તુનિષાનું થયું મર્ડર? સેટ પર ડરેલા છે લોકો, સિને વર્કર્સના અધ્યક્ષે આપી આ જાણકારી

Tunisha Sharma suicide Case: તુનિષા શર્માના (Tunisha Sharma) મૃત્યુ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે સેટ પરના લોકો ડરી ગયા છે અને ઘણી એક્ટ્રેસ તેનું મર્ડર થયું છે તેવું કહી રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષાના આ પગલાને કારણે સેટ પરના લોકો કંઈપણ કહેતા ડરે છે.

તુનિષાનું થયું મર્ડર? સેટ પર ડરેલા છે લોકો, સિને વર્કર્સના અધ્યક્ષે આપી આ જાણકારી
Tunisha Sharma suicide Case
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 25, 2022 | 11:02 PM

Tunisha Sharma suicide Case: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના સુસાઈડ કેસ હાલમાં ખૂબ ચર્ચામાં છે. એક્ટ્રેસે 24 ડિસેમ્બરે સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે તુનીષાએ આટલું મોટું પગલું કેમ ભર્યું? પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષાના આ પગલાને કારણે સેટ પરના લોકો કંઈપણ કહેતા ડરે છે.

એએનઆઈ મુજબ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના અધ્યક્ષ સુરેશ ગુપ્તાએ એએનઆઈને આ વિશે જણાવ્યું છે. સુરેશ ગુપ્તાએ કહ્યું, “આજે હું સેટ પર ગયો હતો. ત્યાં લોકો કંઈપણ કહેતા ડરે છે. ઘણી એક્ટ્રેસે મને કહ્યું કે આ મર્ડર છે અને તેઓ પણ પોતે ડરી ગઈ છે. અમે ડિમાન્ડ કરીએ છીએ કે એસઆઈટી આ કેસની તપાસ કરે.

બ્રેકઅપ પછી કરી આત્મહત્યા

પોલીસ તુનીષાના સુસાઈડ કેસની તપાસમાં લાગેલી છે. તુનીષાની માતાની ફરિયાદના આધારે પોલીસે પહેલા તુનીષાની સિરિયલ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલના કો-સ્ટાર શીઝાન ખાનની અટકાયત કરી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે શીઝાનના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ શીઝાન ખાનની પૂછપરછ કરી રહી છે.

મુંબઈ પોલીસના એસપી ચંદ્રકાંત જાધવે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ કેસને લઈને જાણકારી આપી હતી. તેમને જણાવ્યું કે શીઝાન અને તુનીષા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું, જેના કારણે તુનિષા હેરાન રહેતી હતી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી. હવે એ જોવાનું રહેશે કે પોલીસની વધુ તપાસમાં શું સામે આવે છે?

બોલિવૂડની આ ફિલ્મોમાં મળી હતી જોવા

તુનિષા એક એવી એક્ટ્રેસ હતી, જેણે પોતાની એક્ટિંગના દમ પર નાની ઉંમરમાં જ મોટી ઓળખ બનાવી હતી. તુનિષાના મૃત્યુ પહેલા તે સબ ટીવી શો અલી બાબા: દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમની ભૂમિકામાં જોવા મળતી હતી. તે ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી, જેમાં બાર બાર દેખો, ફિતૂર અને દબંગ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.