Kangana Ranaut On Tunisha Sharma Death: તુનિષા શર્મા સુસાઈડ કેસમાં હવે કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેયર કરતા કહ્યું છે કે તુનીષાએ આ એકલા નથી કર્યું, આ એક હત્યા છે. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે સહમતિ વિના બહુપત્નીત્વ અને એસિડ એટેક જેવી ઘટનાઓમાં ટ્રાયલ વિના મોતની સજા આપવામાં આવે.
પોતાની પોસ્ટમાં કંગના રનૌત લખે છે કે “પ્રેમ ગુમાવો, લગ્ન, સંબંધ, સ્ત્રી દરેક વસ્તુનો સામનો કરી શકે છે, પરંતુ તે આ વાત ક્યારેય સહન કરી શકતી નથી કે તેની લવસ્ટોરીમાં ક્યારેય પ્રેમ ન હતો.” બીજા વ્યક્તિ માટે તે છોકરીનો પ્રેમ શોષણ કરવા માટે માત્ર એક સરળ ટાર્ગેટ હોઈ શકે છે, પરંતુ આ તે છોકરીની હકીકત નથી કારણ કે બીજી વ્યક્તિ જે સંબંધમાં હોય છે પરંતુ તે ફક્ત તેનું શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યું છે.”
કંગનાએ તુનિષાના મોતને હત્યા ગણાવતા લખ્યું, “આવી પરિસ્થિતિમાં તે તેના ખ્યાલ પર વિશ્વાસ કરી શકતી નથી, આવામાં તેને જીવન અને મૃત્યુ વચ્ચે કોઈ ફરક દેખાતો નથી કારણ કે જીવન ફક્ત આપણી ધારણા જ છે અને જ્યારે તેણે તેના જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો. પ્લીઝ આ જાણી લો કે તેણે આ એકલા નથી કર્યું… આ એક હત્યા છે.”
કંગના રનૌતે લખ્યું છે કે આપણે આપણી દીકરીઓની રક્ષા કરવી પડશે. આ સરકારની જવાબદારી છે કે મહિલાઓની રક્ષા કરે. તેમને કહ્યું છે કે જે ધરતી પર મહિલાઓ સુરક્ષિત નથી, ત્યાં કયામત આવવાનું નિશ્ચિત છે.
કંગના રનૌતે પોતાની પોસ્ટમાં પીએમ મોદીને અપીલ કરી હતી કે આવા કેસમાં સુનાવણી કર્યા વિના જ મોતની સજા આપવામાં આવે. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીને અપીલ કરું છું… જેમ કૃષ્ણ દ્રૌપદી માટે ઉભા થયા, જેમ રામ સીતા માટે ઉભા હતા, અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે સહમતિ વિના બહુપત્નીત્વ અને મહિલાઓ પર એસિડ હુમલાઓ સામે કડક કાયદો બનાવો અને હા તેમને ઘણા ટુકડા કરી દેવા જોઈએ અને ટ્રાયલ વિના મોતની સજા આપવામાં આવે છે.
24 ડિસેમ્બરે ટીવી સિરિયલના સેટ પર મેક-અપ રૂમમાં તુનિષા શર્માએ ફાંસી લગાવીને સુસાઈડ કરી લીધું હતું. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલામાં તુનીષાની માતાની ફરિયાદ પર કો-એક્ટર અને બોયફ્રેન્ડ શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે.