TMKOC : ‘તારક મહેતા’ ફેમ દિલીપ જોશીના ઘરે 25 લોકો હથિયાર અને બોમ્બ સાથે પહોંચ્યા ! નાગપુર પોલીસ એક્શનમાં

|

Mar 03, 2023 | 9:23 AM

નાના પડદાની ફેમસ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટરના ઘરની બહાર 25 લોકો બંદૂકો, હથિયારો અને બોમ્બ સાથે ઉભા છે.

TMKOC : તારક મહેતા ફેમ દિલીપ જોશીના ઘરે 25 લોકો હથિયાર અને બોમ્બ સાથે પહોંચ્યા ! નાગપુર પોલીસ એક્શનમાં

Follow us on

નાના પડદાની ફેમસ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટરના ઘરની બહાર 25 લોકો બંદૂકો, હથિયારો અને બોમ્બ સાથે ઉભા છે. હકીકતમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ નાગપુર કંટ્રોલ રૂમને ફોન કરીને આ આશ્ચર્યજનક સમાચાર આપ્યા છે. આ સમાચાર પોલીસ સુધી પહોંચાડનારા વ્યક્તિએ પોતાનું નામ કટકે જણાવ્યું છે.

આ પણ વાંચો : TMKOC : તારક મહેતાના ફેન્સ માટે ખુશખબર, આવી ગઈ છે Run Jetha Run ગેમ, સિરિયલના ઘણા પાત્રો જોવા મળશે

1 ફેબ્રુઆરીના રોજ એક વ્યક્તિએ નાગપુર કંટ્રોલ રૂમને કટકે નામથી ફોન કર્યો હતો. તે દરમિયાન તેણે ફોન કરીને જણાવ્યું કે, જે તારક મહેતામાં કામ કરે છે દિલીપ જોશી તેના ઘરની બહાર શિવાજી પાર્કમાં 25 લોકો બંદૂકો અને બોમ્બ સાથે ઉભા છે. આટલું જ નહીં અજાણ્યા વ્યક્તિએ કોલ પર એમ પણ કહ્યું કે, તેણે કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા છે કે તે મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને પણ બોમ્બથી ઉડાવી દેશે. જેના માટે 25 લોકો શહેરમાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નાગપુર કંટ્રોલ રૂમ આવ્યો હતો કોલ

આ માહિતી મળતા જ નાગપુર કંટ્રોલ રૂમે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું અને એફઆઈઆર નોંધવા કહ્યું. તેની તપાસ કરવા પણ જણાવ્યું હતું. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે, જે નંબર પરથી નાગપુર કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવ્યો હતો, તે છોકરો દિલ્હીની એક સિમ કાર્ડ કંપનીમાં કામ કરે છે. જો કે તેમાં તેનો કોઈ હાથ નહોતો. છોકરાનો નંબર છેતરપિંડી કરીને તેની જાણ વગર એક એપ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો.

આરોપીની પાલઘર દહાણુમાંથી થઈ ધરપકડ

મળતી માહિતી મુજબ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી સાથે ફોન કરનારા વ્યક્તિની દહાણુના પાલઘરથી ધરપકડ કરવામાં આવી હતી અને માહિતી આપનારા આરોપીનું નામ અશ્વિન મહિસ્કર જે તેવું જાણવામાં આવી રહ્યું છે. નાગપુર જિલ્લાના દિગ્દોહના હિંગણાના રહેવાસી છે.

નાગપુર પોલીસ કંટ્રોલ રૂમે માહિતી આપી હતી કે, મુંબઈના નાલબજાર, મહેંદી બજાર અને જેજે હોસ્પિટલમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા. આ ઘટના 24 ફેબ્રુઆરીની છે તેવું કહેવામાં આવી રહ્યું છે. નાગપુર પોલીસે મુંબઈ પોલીસને જાણ કર્યા બાદ આરોપીની પાલઘર દહાણુમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

મન્નતમાં પણ ઘુસ્યા 2 લોકો

આ ઉપરાંત, ગુજરાતથી આવેલા 2 યુવકો બાંદ્રામાં સ્થિત મન્નતમાં ઘુસીને શાહરુખ ખાનને મળવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. જણાવી દઈએ કે આ બંને યુવકોને સિક્યોરિટી ગાર્ડ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ મન્નતના હાઉસ મેનેજરે ગુરુવારે આ બંને ફેન્સને બ્રાંદ્રા પોલીસને સોંપી દીધા હતા. શાહરુખ ખાનની સુરક્ષામાં ચૂક થતા ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Article