The Kapil Sharma : અર્ચના પુરણ સિંહ સામે હારી ગયો ધ ગ્રેટ ખલી ! આ એક ભૂલ પડી ભારે

|

Feb 25, 2023 | 8:45 AM

કપિલ શર્મા દરેક એપિસોડમાં કંઈક નવું અને અલગ કરીને દર્શકોને હસાવવા માટે નવી રીતો શોધે છે. આ વખતે તેના શોમાં ફિટનેસ અને કોમેડીનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળશે.

The Kapil Sharma : અર્ચના પુરણ સિંહ સામે હારી ગયો ધ ગ્રેટ ખલી ! આ એક ભૂલ પડી ભારે

Follow us on

એમએક્સ પ્લેયરના શો કુમીતે 1 વોરિયર હન્ટ અને સોની લિવના શો જેહાનાબાદ – ઓફ લવ એન્ડ વોરના સ્ટાર્સ સોની ટીવીના પ્રખ્યાત પ્રોગ્રામ ધ કપિલ શર્મા શોમાં જોવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ‘ધ કપિલ શર્મા શો’ દર્શકોનો સૌથી ફેવરિટ શો છે અને તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

કપિલના કોમિક ટાઈમિંગ વિશે દરેક જણ વાત કરે છે પરંતુ સાથે જ તેના કો-સ્ટાર્સની કોમેડી શોમાં વધારો કરે છે. શોના આગામી એપિસોડમાં પણ કંઈક આવું જ જોવા મળશે. જ્યારે કપિલ શર્મા તેના મિત્ર અને કો-સ્ટાર ચંદન પ્રભાકરનો પગ ખેંચતો જોવા મળશે. આ શોમાં અર્ચના અને ખલી વચ્ચે લડાઈ પણ જોવા મળશે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ પણ વાંચો : નરગીસ ફખરીને હિન્દી શીખવતી વખતે બોલવાનું ભૂલી ગયો કપિલ શર્મા, જુઓ Viral Video

અર્ચના અને ખલી વચ્ચે થશે જંગ

સુનીલ શેટ્ટી અને ગ્રેટ ખલીની સાથે કપિલ પણ દર્શકોની સામે હાસ્યનો ડબલ ડોઝ રજૂ કરશે. જો કે આ દરમિયાન ખલી અને કપિલના કલાકારો વચ્ચે પંજાની લડાઈ પણ થશે. વાસ્તવમાં ધ ગ્રેટ ખલી શોમાં આવે અને ફિટનેસની કોઈ વાત ના થાય તેવું બની ના શકે. દર્શકો જોશે કે કેવી રીતે કપિલ ખલીને હરાવવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ ખલી તેને ખરાબ રીતે હરાવી દેશે, પરંતુ જ્યારે અર્ચના પુરણ સિંહ ખલીને ખરાબ રીતે હરાવશે ત્યારે દર્શકો ચોંકી જશે.

અર્ચના પુરણ સિંહ કપિલના શોની વન્ડર વુમન છે

ખલીને હરાવીને અર્ચના પુરણ સિંહ સાબિત કરશે કે, તે ‘ધ કપિલ શર્મા શો’ની વન્ડર વુમન છે. બીજી તરફ કોમેડી માટે જાણીતા ચંદન હર્ષિતા ગૌર સાથે દેવદાસની ભૂમિકા ભજવશે.

આ સપ્તાહના અંતમાં મનોરંજનનો ડબલ ધડાકો થશે

તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે સુનીલ શેટ્ટી, ધ ગ્રેટ ખલ્લી, મહાવીર સિંહ ફોગટ, રિતુ ફોગાટ અને આ શોના ફાઉન્ડર મોહમદલી બુધવાની એમએક્સ પ્લેયરની સીરિઝ કુમિતે 1 વોરિયર હંટને પ્રમોટ કરવા માટે કપિલના શોમાં સામેલ થયા છે. આ સાથે સોની લિવના શો જેહાનાબાદ – ઓફ લવ એન્ડ વોરના સ્ટાર્સ, હર્ષિતા ગૌર, રિત્વિક ભૌમિક, પરમબ્રતા ચટ્ટોપાધ્યાય અને તેમના નિર્દેશક સુધીર મિશ્રા પણ આ શોમાં હાજર રહેશે.

Next Article