The Kapil Sharma Show : કપિલ શર્માએ અક્ષય કુમારને પુછ્યુ – શું તમે તૈમુર સાથે પણ કામ કરશો ? એક્ટરે આપ્યો આ જવાબ

|

Dec 17, 2021 | 9:36 AM

શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં અક્ષય કુમાર મેજિક ટ્રિક કરતો જોવા મળી રહ્યો છે. આ પછી કપિલ આવે છે અને કહે છે કે પહેલા મને લાગતું હતું કે અમારા શોમાં પાજીની ફિલ્મો આવે છે, પરંતુ હવે મને લાગે છે કે અમારો શો પાજીની ફિલ્મોની વચ્ચે આવે છે.

The Kapil Sharma Show : કપિલ શર્માએ અક્ષય કુમારને પુછ્યુ - શું તમે તૈમુર સાથે પણ કામ કરશો ? એક્ટરે આપ્યો આ જવાબ
Kapil Sharma asked Akshay Kumar- Will he work with Taimur too ?

Follow us on

કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) દર અઠવાડિય સેલેબ્સ તેમની આગામી ફિલ્મ કે વેબ સિરીઝના પ્રમોશન માટે આવે છે, જેમની સાથે કપિલ શર્મા અને તેની ટીમ ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. અક્ષય કુમાર (Akshay Kumar), સારા અલી ખાન (Sara Ali Khan) અને નિર્દેશક આનંદ એલ રાય તેમની આગામી ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે આ અઠવાડિયે શોમાં આવવાના છે.

અતરંગી રે 24 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય અને સારાની સાથે ધનુષ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે ગયેલા અક્ષયે શોમાં દર્શકોને જાદુના કરતબો પણ બતાવ્યા હતા. જેમને જોઈને બધા ચોંકી ગયા.

શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં અક્ષય કુમાર મેજિક ટ્રિક કરતો જોવા મળી રહ્યો છે. આ પછી કપિલ આવે છે અને કહે છે કે પહેલા મને લાગતું હતું કે અમારા શોમાં પાજીની ફિલ્મો આવે છે, પરંતુ હવે મને લાગે છે કે અમારો શો પાજીની ફિલ્મોની વચ્ચે આવે છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

જ્યારે સારા અલી ખાન શોમાં પ્રવેશે છે, ત્યારે તે અક્ષયની ટાંગ ખેંચે છે અને પૂછે છે કે તમે શર્મિલા ટાગોર સાથે કામ કર્યું છે, તેના પુત્ર સૈફ અલી ખાન સાથે કામ કર્યું છે, હવે તમે સારા અલી ખાન સાથે કામ કરી રહ્યા છો. અમે બીજી એક વાત સાંભળી છે કે તમારી પાસે એક સ્ક્રિપ્ટ છે જેમાં તૈમુર સાથેનો લવ ટ્રાઇંગલ છે શું આ સાચું છે ? કપિલના સવાલના જવાબમાં અક્ષય કહે છે કે હું તૈમુરના બાળક સાથે પણ કામ કરવા માંગુ છું.

કિકુ શારદા શોમાં આવે છે અને કહે છે કે તેણે તાજેતરમાં રાજસ્થાનમાં એક હાઈપ્રોફાઈલ લગ્નમાં હાજરી આપી હતી. તે કહે છે કે મેં જીવનમાં આવા લગ્ન જોયા નથી. કારણ કે તેમણે મને જોવા જ ન દીધા. તેના પર અક્ષય કહે છે કે તમે ત્યાં જઇને કિટ-કેટ ખાધી હશે.

 

આ પણ વાંચો – 

All India Mayors’ Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, ‘ન્યૂ અર્બન ઈન્ડિયા’ બનાવવા પર ભાર મૂકશે

આ પણ વાંચો –

Winter Health: શિયાળામાં થતી ગળાની ખરાશને અવગણવાની ભૂલ ના કરશો, હોઈ શકે છે આ રોગનું લક્ષણ, જાણો ઉપાય

Next Article