Bigg Boss 16માં હોસ્ટની ફી શોના બજેટ કરતા વધુ હશે ? એક હજાર કરોડથી વધુની માંગણી કરી રહ્યો છે સલમાન ખાન !

સલમાન ખાન (Salman Khan)ના ફેન્સ બિગ બોસ સીઝન 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ શોના ઓન એર થવામાં 3 મહિનાનો સમય બાકી છે પરંતુ હવે શોને લઈ ખુબ ચર્ચાઓ થઈ રહી છે

Bigg Boss 16માં હોસ્ટની ફી શોના બજેટ કરતા વધુ હશે ? એક હજાર કરોડથી વધુની માંગણી કરી રહ્યો છે સલમાન ખાન !
Bigg Boss 16માં હોસ્ટની ફી શોના બજેટ કરતા વધુ હશે ?
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 14, 2022 | 11:21 AM

Bigg Boss 16 : બિગ બોસ (Bigg Boss) શોને લઈ ફરી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે ,તેમાં એક છે સલમાન ખાનની ફી, આ વર્ષની સલમાન ખાનનો બિગ બોસ શોની 16મી સીઝન માટે સલમાન ખાન એક હજાર પચાસ કરોડ રુપિયાની માંગ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી, સલમાન ખાનની આ 13મી સીઝન હશે, એત્યાર સુધી કર્લસ ટીવી (Colors TV) પર બિગ બોસ 12 સીઝન હોસ્ટ કરી ચૂક્યો છે. સલમાન ખાન અત્યારસુધી આવી રીતે શો હોસ્ટ કરનાર એકમાત્ર સેલિબ્રિટી છે. બિગ બોસ 16 પહેલા બિગ બોસ મરાઠી ઓન એર થશે અને બિગ બોસ મરાઠી દરમિયાન બિગ બોસ ઓટીટી શરૂ થશે અને આ બંને શોના પૂરા થયા પછી બિગ બોસ 16ની શરૂઆત થઈ શકે છે.

સલમાન ખાને 3 ગણી ફી વધારી

સલમાન ખાને કહ્યું હતુ કે, 2 વર્ષ પહેલા બિગ બોસમાં કોરોના મહામારીને ધ્યાને રાખીને તેણે પોતાની ફ્રી ઓછી કરી હતી, સલમાન ખાનનું કહેવું છે કે, તેને ઓછી ફ્રી મળશે તો ચાલશે પરંતુ બિગ બોસમાં કામ કરનાર પ્રોડ્ક્શન ટીમના પગાર પર કોઈ અસર થવી જોઈએ નહિ, ગત્ત વર્ષે પણ સલમાન ખાને તેની ફ્રીને લઈ મેકર્સ સાથે કોઈ વાટાઘાટો કર્યો નથી. હવે 3 વર્ષ પછી મેકર્સે 3 ગણી ફ્રી વધારી માંગી રહ્યા છે

 

 

અહિ જુઓ સલમાન ખાનના હોસ્ટિંગની ઝલકનો વીડિયો

મીડિયામાં વાયરલ થઈ રહેલા રિપોર્ટમાંએ પણ લખવામાં આવ્યું છે કે, સલમાન તરફથી એ કહેવામાં આવ્યું છે કે, જો એક હજાર પચાસ કરોડ ફ્રી આપવામાં આવશે નહિ તો બિગ બોસ 16 હોસ્ટ કરશે નહિ. સલમાનનો આ શૌ બજેટથી વધુ લાગી રહી છે, બિગ બોસ 15 દરમિયાન સલમાન ખાનની ફ્રી 350 કરોડ રુપિયાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ સલમાન ખાને હસતા હસતા આ વાત કરી હતી, હવે 1 હજાર 50 કરોડ ફ્રી પર દબંગ ખાને કઈ રીતે રિએક્ટ કરે છે એ જોવું દિલચસ્પ હશે. આ શો મનોરંજનથી ભરપુર છે

શું છે આ ફ્રી પાછળની સચ્ચાઈ

અભિનેતાની ફ્રીને લઈ કેટલીક વખત આંકડાઓ વાયરલ થતા હોય છે તેમાં કોઈ સચ્ચાઈ હોતી નથી. સલમાન ખાનની બિગ બોસ 16 એક રિયાલટી શો જ નહિ પરંતુ એક બિગ બજેટની ફિલ્મથી પણ વધુ છે. શોમાં રોકાણને ધ્યાનમાં રાખીને, સામેલ તમામ સ્પોન્સર્સ, આ સમાચાર માત્ર અફવા લાગે છે.