Raju Srivastava Health Update : રાજુ શ્રીવાસ્તવના મેનેજરે આપ્યું હેલ્થ અપડેટ , કહ્યું હવે શરીરમાં હલચલ શરૂ થયું

હાલમાં જ તેમના મેનેજરે રાજુ શ્રીવાસ્તવના હેલ્થ અપડેટને લઈને મોટી માહિતી આપી છે. તેણે કહ્યું છે કે હવે રાજુ તેના શરીરના કેટલાક ભાગોને હલાવી શકે છે.

Raju Srivastava Health Update : રાજુ શ્રીવાસ્તવના મેનેજરે આપ્યું હેલ્થ અપડેટ , કહ્યું હવે શરીરમાં હલચલ શરૂ થયું
રાજુ શ્રીવાસ્તવના મેનેજરે આપ્યું હેલ્થ અપડેટ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Aug 17, 2022 | 10:37 AM

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવના હેલ્થને લઈ સૌકોઈ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં જ તેનું હેલ્થ અપટેડ સામે આવ્યું છે. જેમાં તેના
અંગત સચિવ ગર્વિત નારંગે  શ્રીવાસ્તવને લઈ નવું હેલ્થ અપટેડ સામે આવ્યું છે, જેને લઈ તેના ચાહકોને રાહતના સમાચાર મળ્યા છે. મશહુર કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક દિવસથી AIIMS હોસ્પિટલમાં દાખલ છે. તેમને AIIMSમાં આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર (Ventilator) પર રાખવામાં આવ્યા છે. જ્યાં તેનું સ્વાસ્થ પહેલાથી સ્વસ્થ બતાવવામાં આવી રહ્યું છે.

રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવ ગર્વિત નારંગ સોની દ્વારા મળેલા લેટેસ્ટ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે, કોમેડિયન રાજુના સ્વાસ્થમાં ધીમે-ધીમે રિકવરી આવી રહી છે. તેના પર ડૉક્ટરનો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલમાં મળેલા રિપોર્ટ મુજબ રાજુ તેના હાથ તેમજ શરીરના કેટલાક અંગોને હલન ચલન કરી શકે છે. હાલમાં તે AIIMSમાં વેન્ટિલેટર પર છે પરંતુ તેના સ્વાસ્થમાં ખુબ સુધારો આવ્યો છે.

 

 

ડૉક્ટરોએ બધાને મળવાનું બંધ કરાવી દીધું

રાજુ શ્રીવાસ્તવને થોડા દિવસો પહેલા જિમ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સ તેમની સતત કાળજી લઈ રહ્યા છે. પરંતુ હવે તેના વિશે વધુ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. એક ઓનલાઈન પોર્ટલ અનુસાર રાજુ શ્રીવાસ્તવની સારવાર સાથે સંકળાયેલા ડોક્ટરો કોઈ ભૂલ કરવા માંગતા નથી. તેને લાગે છે કે તે રાજુ શ્રીવાસ્તવને સાજા કરી લેશે, તેથી જ તેણે કોઈને પણ મળવા પર પ્રતિબંધ મૂક્યો છે. મતલબ કે હવે તેના પરિવારમાંથી કોઈ તેને મળી શકશે નહીં

જીમમાં આવ્યો હતો હુમલો

રાજુ શ્રીવાસ્તવ પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખતા હતા. તે ક્યારે પણ જીમ જવાનું છોડતા નહિ. બુધવારના રોજ રાજુ શ્રીવાસ્તવની હેલ્થને લઈ કોમેડિયન સુનીલ પાલે ચાહકોને આ જાણકારી આપી હતી કે, રાજુ શ્રીવાસ્તવને હુમલો આવ્યો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમારા સૌના આશીર્વાદ અને પ્રાર્થનાથી તે અત્યારે સ્વસ્થ છે.