તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તાએ કર્યો હતો હેરાન કરી દે એવો ખુલાસો, કહ્યું- પુરુષોથી થઈ ગઈ હતી નફરત

મુનમુન દત્તા (Munmun Dutta) વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. પરંતુ શું તમે જાણો છો કે મુનમુને આ ખ્યાતિ મેળવતા પહેલા જિંદગીમાં ઘણા કડવા અનુભવો થયા હતા. આજે અમે તમને મુનમુન દત્તાના જીવનના કેટલાક આવા અણધાર્યા પાસાઓ જણાવવા જઈ રહ્યા છીએ.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તાએ કર્યો હતો હેરાન કરી દે એવો ખુલાસો, કહ્યું- પુરુષોથી થઈ ગઈ હતી નફરત
Munmun Dutta
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 07, 2023 | 9:39 PM

પ્રખ્યાત ટીવી કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ પાત્રોએ લોકોના દિલોમાં સ્થાન બનાવ્યું છે. આ બધા કલાકારો એટલા પોપ્યુલર થયા છે કે ફેન્સ હવે તેમને તેમના વાસ્તવિક નામના બદલે સીરિયલમાં પાત્રોના નામથી ઓળખે છે. આ શોનું આવું જ એક પાત્ર બબીતા ​​અય્યર છે, જેને દરેક બબીતા​​જીના નામથી બોલાવે છે. જે સોસાયટીની સૌથી સ્ટાઈલિશ મહિલા છે. આ પાત્ર ભજવનારી એક્ટ્રેસ મુનમુન દત્તા વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. પરંતુ શું તમે જાણો છો કે મુનમુને આ ખ્યાતિ મેળવતા પહેલા જિંદગીમાં ઘણા કડવા અનુભવો થયા હતા. આજે અમે તમને મુનમુન દત્તાના જીવનના કેટલાક આવા અણધાર્યા પાસાઓ જણાવવા જઈ રહ્યા છીએ.

#MeToo માં કહી હતી આ વાત

મુનમુન દત્તાએ થોડા વર્ષો પહેલા #MeToo માં પોતાનો કડવો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, ‘દરેક સ્ત્રીને કોઈક સમયે જાતીય શોષણનો સામનો કરવો પડે છે અને તે કોઈપણ ઉંમરમાં થાય છે. નાનપણમાં હું પાડોશમાં રહેતા અંકલથી ડરતી હતી, કારણ કે જ્યારે પણ તે મને એકલા જોતા, ત્યારે તે મને પકડી લેતા અને ધમકી આપતા હતા કે હું આ વાત છુપાવીને રાખું.’

13 વર્ષની ઉંમરે શિક્ષકે કર્યું હતું શરમજનક વર્તન

આ સાથે મુનમુન દત્તાએ કહ્યું હતું કે, 13 વર્ષની ઉંમરે મારા ટ્યુશન શિક્ષકે મારા અંડરપેન્ટ્સમાં તેમનો હાથ મૂક્યો હતો. તે સમયે હું સમજી શકી નહી કે આ વાત મારા માતા-પિતાને કેવી રીતે કહું. મારી અંદર ત્યારે પુરુષોને લઈને એક વિચિત્ર નફરત પેદા થવા લાગી, કારણ કે મને લાગતું હતું આજ તે ગુનેગાર છે.

વેલેન્ટાઈન્સ ડે પર બોયફ્રેન્ડે કરી હતી મારપીટ

તમને જણાવી દઈએ કે વર્ષ 2008 માં મુનમુન દત્તા એટલી પ્રખ્યાત ન હતી, પરંતુ તે ઘણી ચર્ચામાં હતી. કારણ હતું ફિલ્મ અભિનેતા અરમાન કોહલી સાથે તેમના સંબંધ અને વિવાદ. વેલેન્ટાઇન ડે નિમિત્તે તેમના બોયફ્રેન્ડ અરમાને તેમની સાથે મારપીટ કરી હતી. મુનમુન દત્તા અને અરમાન કોહલીનું અફેર શરૂ થયાના થોડા દિવસો પછી બ્રેકઅપ પર પહોંચ્યું હતું. પાછળથી આ તૂટવાનું કારણ અરમાનનો ગુસ્સે અને આક્રમક સ્વભાવ હોવાનું બતાવામાં આવ્યું હતું.