લગ્ન પહેલા તારક મહેતાની દુલ્હન ચાંદનીની જોવા મળી પહેલી ઝલક, કોકટેલ પાર્ટીમાં એકસાથે જોવા મળ્યું આ કપલ

|

Feb 25, 2023 | 9:59 PM

તમને જણાવી દઈએ કે કોકટેલ પાર્ટીની તસવીરો સચિન શ્રોફે (Sachin Shroff) ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી છે. આ દરમિયાન સચિન બ્લેક થ્રી પીસ સૂટમાં જોવા મળ્યો હતો, જ્યારે ચાંદનીએ ઓફ વ્હાઇટ ગાઉન પહેર્યું હતું.

લગ્ન પહેલા તારક મહેતાની દુલ્હન ચાંદનીની જોવા મળી પહેલી ઝલક, કોકટેલ પાર્ટીમાં એકસાથે જોવા મળ્યું આ કપલ
Sachin Shroff

Follow us on

ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાની ભૂમિકા ભજવનાર એક્ટર સચિન શ્રોફ તેના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. આજે એટલે કે 25 ફેબ્રુઆરીએ તે પોતાની સીક્રેટ દુલ્હન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અત્યાર સુધી લોકોના મનમાં એક સવાલ હતો કે તેની બીજી પત્ની કેવી દેખાય છે અને તે કોણ છે? પરંતુ હાલમાં ઓર્ગેનાઈઝ કરેલી કોકટેલ પાર્ટીમાં સચિને તેની થનારી પત્નીનો ફોટો શેયર કર્યો છે.

તમને જણાવી દઈએ કે તેને શુક્રવારે રાત્રે એક કોકટેલ પાર્ટી રાખી હતી, જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટ સહિત ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. પાર્ટી દરમિયાન સચિને ત્યાં હાજર તમામ લોકો સાથે તેની થનાર પત્ની ચાંદનીનો પરિચય કરાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર સચિન અને ચાંદનીની કોકટેલ પાર્ટીના ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સચિન એક્ટ્રેસ જુહી પરમારથી અલગ થયાના 5 વર્ષ બાદ ફરી લગ્ન કરવા જઈ રહ્યો છે. સચિન શ્રોફે પહેલા ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ સીઝન-5ની વિનર જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 9 વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અહીં જુઓ સચિનની ઈન્સ્ટા સ્ટોરી

કોકટેલ પાર્ટીની તસવીરો

કોકટેલ પાર્ટીની તસવીરો સચિન શ્રોફે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી છે. આ દરમિયાન સચિન બ્લેક થ્રી પીસ સૂટમાં જોવા મળ્યો હતો, જ્યારે ચાંદનીએ ઓફ વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. પરંતુ સચિન કોની સાથે લગ્ન કરી રહ્યો છે તે હજુ રહસ્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને ઈન્ટીરિયર ડિઝાઈનર છે.

આ પણ વાંચો : The Kapil Sharma : અર્ચના પુરણ સિંહ સામે હારી ગયો ધ ગ્રેટ ખલી ! આ એક ભૂલ પડી ભારે

તમને જણાવી દઈએ કે સચિનની કોકટેલ પાર્ટીમાં તેના શોની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. તેની કો-સ્ટાર જેનિફર મિસ્ત્રી, બીકા રંજનકર, સચિનની ઓનસ્ક્રીન પત્ની સુનન્યા ફૌજદાર સિવાય ટપ્પુ સેના સામેલ હતી. આ સાથે જ ટીવી સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના સ્ટાર્સે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. એક્ટર યશ પંડિત, કિશોરી શહાણે, શીતલ મૌલિક, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ સહિત ઘણા સેલેબ્સ પાર્ટીમાં પહોંચ્યા હતા અને કપલને અભિનંદન પાઠવ્યા હતા.

Next Article