Bigg Boss 16 : સાજિદ ખાન (Sajid Khan) હાલમાં ચર્ચામાં છે. તેના પર 10 મહિલાઓનો યૌન શૌષણનો આરોપ પણ લગાવ્યો છે. બિગ બોસ 16 (Bigg Boss 16)માં એન્ટ્રી આપ્યા બાદ શો ના મેકર્સ સહિત સાજિદ ખાનને લઈ સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ રહ્યા છે. ઈન્ડસ્ટ્રીમાં અનેક સ્ટાર બાદ હવે દિલ્હીની મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ સાજિદ ખાનની એન્ટ્રીને લઈ સવાલ ઉઠાવ્યા છે. જેમાં સ્વાતિ માલીવાલે અનુરાગ ઠાકુરને ડાયરેક્ટર (સાજિદ ખાન)ને શોમાંથી દુર કરવાની માંગ કરી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, સાજિદ ખાન વિરુદ્ધ કરવામાં આવેલી તમામ ફરિયાદો તેની ઘૃણાસ્પદ માનસિકતા દર્શાવે છે.
સ્વાતિ માલીવાલે ટ્વિટ કરી કહ્યું કે, સાજિદખાન વિરુદ્ધ 10 મહિલાઓને #MeToo દરમિયાન યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો. આ તમામ લોકોની ફરિયાદ તેની ધૃણાસ્પદ માનસિકતા દેખાડે છે. આવા લોકોને બીગ બોસમાં જગ્યા આપવામાં આવી છે જે સંપુર્ણ રીતે ખોટું છે. મેં @ianuragthakurને પત્ર લખી સાજિદ ખાનને આ શોમાંથી દુર કરવાની માંગ કરી છે.
साजिद खान के ख़िलाफ़ 10 महिलाओं ने #MeToo मूव्मेंट के दौरान यौन शोषण के आरोप लगाए थे। ये सभी कम्प्लेंट साजिद की घिनौनी मानसिकता दिखाती है। अब ऐसे आदमी को Bigg Boss में जगह दी गयी है जो कि पूरी तरह ग़लत है। मैंने @ianuragthakur जी को पत्र लिखा है की साजिद खान को इस शो से हटवाएँ! pic.twitter.com/4ao9elyvkk
— Swati Maliwal (@SwatiJaiHind) October 10, 2022
આ પહેલા સાજિદ ખાને કામ્યા પંજાબીએ સાજિદ ખાનના નિવેદને લઈ એક ટ્વિટ કર્યું છે. કામ્યાએ ટ્વિટ કરતા લખ્યું કે, અમને ખબર છે આ અમારી દુનિયા છે. અમે અમારી મહેનત, અમારા જુસ્સા અને અમારા પ્રેક્ષકો, અમારા પ્રશંસકો અમારી તાકાતથી આ દુનિયા બનાવી છે. તમે બાપ જરુર હશો પણ ટીવી ના નહિ ,અહીં તમે પણ બીજા બધાની જેમ ખેલાડી છો.
साजिद खान के ख़िलाफ़ 10 महिलाओं ने #MeToo मूव्मेंट के दौरान यौन शोषण के आरोप लगाए थे। ये सभी कम्प्लेंट साजिद की घिनौनी मानसिकता दिखाती है। अब ऐसे आदमी को Bigg Boss में जगह दी गयी है जो कि पूरी तरह ग़लत है। मैंने @ianuragthakur जी को पत्र लिखा है की साजिद खान को इस शो से हटवाएँ! pic.twitter.com/4ao9elyvkk
— Swati Maliwal (@SwatiJaiHind) October 10, 2022
ટીવી અભિનેત્રી અને બિગ બોસની પૂર્વ ખેલાડી દેવોલિના ભટ્ટાચાર્યાએ હાલમાં તેના ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, સાજિદ ખાન પર 9 મહિલાઓએ આરોપ લગાવ્યો છે. તે તમામ 9 લોકો ખોટા ન હોઈ શકે. નેશનલ ટેલિવિઝન પર આવા માણસોને હીરો સાબિત કરવાની કોશિષમાં મારું દિલ તૂટી જાય છે.