Bigg Boss 16 :બિગ બોસ 16માં પ્રથમ એલિમિનેશન, આ સ્પર્ધક ઘરની બહાર

|

Oct 16, 2022 | 9:36 AM

સલમાન ખાને શ્રીજીતા ડેને સૌથી મોટો ઝટકો આપ્યો છે. આજે આ સુંદર ટીવી અભિનેત્રી બિગ બોસ 16 ના ઘરની બહાર છે.

Bigg Boss 16 :બિગ બોસ 16માં પ્રથમ એલિમિનેશન, આ સ્પર્ધક ઘરની બહાર
Bigg Boss 16 :બિગ બોસ 16માં પ્રથમ એલિમિનેશન, આ સ્પર્ધક ઘરની બહાર
Image Credit source: Instagram

Follow us on

Bigg Boss 16 : કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss 16 )માં પ્રથમ એલિમેશન થઈ ચૂક્યું છે. ઉતરન અભિનેત્રી શ્રીજિતા ડે શોમાંથી બહાર થઈ ગઈ છે. ઘરના નવા કેપ્ટન ગૌતમે શ્રીજિતા,ટીના દત્તા,ગોરી નાગૌરી, એમસી સ્ટૈનને ઘરમાંથી બહરા થવા માટે નોમિનેટ કર્યા હતા. આ ચાર સ્પર્ધકોની સાથે શાલીન ભનોટ (Shalin Bhanot)પણ નોમિનેટ થયો છે. શાલિનને 2 દિવસ માટે બિગ બોસે નોમિનેટ કર્યો છે. જે તેમણે ટાસ્ક દરમિયાન અર્ચનાને મારેલા ધક્કાને લઈ સજા મળી હતી.

કોણ થયું ઘરની બહાર

શ્રીજિતા ડે,ટીના દત્તા, ગૌરી નાગૌરી, એમસી સ્ટૈન અને શાલીન ભનોટમાંથી સૌથી ઓછા વોટ મળવાની સાશે શ્રીજિતા ડેને ઘરની બહાર કરવામાં આવી છે પરંતુ આ રિઝલ્ટની કોઈને આશા ન હતી. તમામ સ્પર્ધકોએ એ અંદાજો લગાવ્યો હતો કે, ગૌરી નાગોરી ઘરમાંથી બહાર થશે પરંતુ લોકોના નિર્ણયથી બિગ બોસે સ્પર્ધકો અને ખાસ કરીને ઘરમાં બનેલા ટીવી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે,

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

 

 

બિગ બોસના ઘરમાં ટીવી કલાકારો અને નોન-ટીવી કલાકારો આવા બે જૂથો બની ગયા છે. તાજેતરમાં જ્યારે સુમ્બુલ અને નાગોરી વચ્ચે ઝઘડો થયો હતો. તો આ લડાઈમાં શ્રીજીતા પણ કૂદી પડી. શ્રીજીતાએ કહ્યું કે ગોરી સ્ટૈંડર્ડલેસ છે, તેનો ઉછેર યોગ્ય નથી થયો. અન્ય સ્પર્ધકોના આ રીતે ઉછેર અંગે શ્રીજીતાનો પ્રશ્ન અને તેમને અસંસ્કારી કહેવાનું શોના દર્શકોને બિલકુલ પસંદ આવ્યું ન હતું અને કદાચ આ જ કારણ છે કે, આજે શોના પ્રથમ એલિમિનેશનમાં તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.

માન્યા સાથે ઝઘડો થયો

જે રીતે શ્રીજિતાએ ગોરી નાગોરીને અયોગ્ય બતાવવાની કોશિષ કરી હતી તેવી જ રીતે માન્યા સિંહએ શ્રીજિતા પર ગુસ્સે થઈ હતી. માન્યાએ શ્રીજિતાને કહ્યું કે, તેને આખા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે પરંતુ તમે કોણ છો તમે એક ટીવી અભિનેત્રી આ વાતને લઈ લોકોએ માન્યાને ખુબ ટ્રોલ કરી હતી પરંતુ જ્યારે શ્રીજિતાએ પણ માન્યાની જેમ ગોરી પર નિશાન સાધ્યું ત્યારથી ઓડિયન્સએ શ્રીજિતા પર ટિપ્પણ કરવાનું શરુ કર્યું હતુ.

Next Article