સોનાલી ફોગાટનું છેલ્લું ગીત ‘ચૌરી કા નામ’ વાયરલ, અત્યાર સુધીમાં મિલિયન વ્યૂઝ મળ્યા

|

Sep 05, 2022 | 5:02 PM

હરિયાણવી સિંગર સોનાલી ફોગાટનું છેલ્લું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ગીતને લાખો લોકોએ થોડી જ વારમાં જોયું છે.

Sonali Phogat last song : ભાજપના નેતા અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક દિવંગત સોનાલી ફોગાટ (Sonali Phogat) હવે આપણી વચ્ચે નથી. 22 ઓગસ્ટે સોનાલી ગોવાની એક હોટલમાં રોકાઈ હતી. હોટલમાં અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોની ટીમે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ પોલીસ હરિયાણવી સિંગર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે. હાલમાં જ તેનું છેલ્લું ગીત રિલીઝ થયું છે. આ ગીતે સોશિયલ મીડિયા (Social Media)પર ધૂમ મચાવી છે. ચાલો જાણીએ સોનાલીના છેલ્લા ગીતને અત્યાર સુધીમાં કેટલા વ્યુઝ મળ્યા છે?

તમને જણાવી દઈએ કે, સોનાલી ફોગાટનું આ ગીત સોશિયલ મીડિયા પર રિલીઝ થતાની સાથે જ જોરદાર વાયરલ થવા લાગ્યું હતું. આ બતાવે છે કે તેના ચાહકો સોનાલીને કેટલો પ્રેમ અને સપોર્ટ કરે છે. ગીત રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ગીતને અત્યાર સુધી કેટલા વ્યુઝ મળ્યા છે. તો જણાવી દઈએ કે હરિયાણવી સિંગરના આ ગીતને અત્યાર સુધીમાં 1,202,384 લોકો જોઈ ચૂક્યા છે. ઉપરાંત, ગીતને યુટ્યુબ, જીયો સાવન, એમેઝોન મ્યુઝિક, હંગામા મ્યુઝિક સહિત ઘણા પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સોનાલી ફોગાટનું છેલ્લું ગીત અહીં જુઓ

તમને જણાવી દઈએ કે, આ ગીત સોનાલી ફોગાટને ટ્રિબ્યુટ આપતા રિલીઝ કરવામાં આવ્યું છે. તેનો ટીઝર વીડિયો રિલીઝના એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. જેણે તેના આગામી ગીતને લઈને લોકોમાં પહેલેથી જ ઉત્તેજના વધારી દીધી હતી. જે બાદ ગીત રિલીઝ થતા જ લોકોએ તેને જોરદાર વાયરલ કરી દીધું હતું.

42 વર્ષની ઉંમરે અલવિદા કહ્યું

સોનાલી ફોગાટ (Sonali Phogat)ના આકસ્મિક નિધનની વાત કરીએ તો અત્યાર સુધી આ મામલાને લગતી તમામ બાબતો સામે આવી છે. મૃત્યુના સમાચાર પછી એક પોલીસ અધિકારીએ સોનાલી ફોગાટ વિશે કહ્યું હતું કે, તે ટિક ટોક પરના વીડિયોથી ફેમસ થઈ ગઈ હતી. આ પછી બિગ બોસમાં આવ્યા બાદ તેની ફેન ફોલોઈંગ વધુ વધી ગઈ. 42 વર્ષની ઉંમરે, સોનાલીએ ઉત્તર ગોવાના અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં તેના પરિવાર સહિત સમગ્ર વિશ્વને અલવિદા કહ્યું.

Next Article