Tunisha Sharma Death Case : ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોતનો મામલો સતત ચર્ચામાં છે. આ કેસમાં વસઈ કોર્ટે શીજાન ખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. 24 ડિસેમ્બરે તુનીશાએ તેના શૂટિંગ સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના આ પગલાથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ છે. તુનીશાએ ખૂબ જ નાની ઉંમરે જીવનનો અંત લાવ્યો હતો. અભિનેત્રીના મૃત્યુ બાદ તેનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. ખાસ કરીને તુનીશાની માતા પોતાની પુત્રી માટે ન્યાયની માંગ કરી રહી છે.
દરમિયાન, શીજાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે, તેમના અસીલ નિર્દોષ છે અને તેમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શીજાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ તેમના વતી નિવેદન જાહેર કર્યું છે. વકીલ કહે છે, “વસઈ, શીઝાન ખાન કોર્ટમાં રજૂ થતાં પહેલાં તેના આખા પરિવારને મળ્યો હતો. તે દરમિયાન, મીડિયા સામે બોલતા, અભિનેતાએ કહ્યું હતું કે તેને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તે નિર્દોષ છે, ‘સત્યમેવ જયતે’…”
રિપોર્ટ અનુસાર, શીજનના વકીલ મિશ્રા કોર્ટમાં કેસના સંબંધમાં તેમની પ્રથમ જામીન અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે, 28 વર્ષીય અભિનેતા શીજાન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. શીજાન વતી વકીલે જેલની અંદર તેનું ઇન્હેલર લાવવાની માંગ કરી હતી, આ સિવાય તેણે ઘરનું ભોજન મંગાવવાની પણ મંજૂરી આપી હતી. આટલું જ નહીં, અભિનેતાના વકીલે પણ તેના વતી જેલમાં તેના વાળ ન કાપવાની વાત પણ કરી હતી.
તમને જણાવી દઈએ કે, શીજાન પર તુનીશાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. અભિનેત્રીની માતાએ પોતાના ઈન્ટરવ્યુમાં શીજાન પર ઘણા આરોપો લગાવ્યા છે. તુનિષાની માતાનું કહેવું છે કે આત્મહત્યાના એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે મોટી લડાઈ થઈ હતી અને તેની પુત્રીએ તેને કહ્યું હતું કે, તેની સાથે છેતરપિંડી થઈ છે. તૂનિષા પણ બ્રેકઅપને કારણે ઘણી પરેશાન હતી.