ઝી ટીવીનો સિંગિંગ રિયાલિટી શો સારેગામાપામા (Sa Re Ga Ma Pa) લિટલ ચેમ્પ જ્યારે દેશના અલગ-અલગ ભાગોમાંથી 3 થી 13 વર્ષની વયના બાળકો ટોપ 12માં સ્થાન મેળવવા માટે ઓડિશન આપી રહ્યા છે. આ બાળકોમાંથી માત્ર થોડા જ બાળકો પાસે અનોખો અવાજ છે તે જજની આશા પર ખરા ઉતરશે કે નહિ તે જોવાનું રહેશે. મહારાષ્ટ્રની 12 વર્ષની જ્ઞાનેશ્વરી ગાડગેએ કેતકી ગુલાબ જુહી ગીત પર તેના શાનદાર પરફોર્મન્સથી જજને ઈમ્પ્રેસ કર્યા. તેનાથી માત્ર જજ જ નહીં પરંતુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) પણ ઈમ્પ્રેસ થયા હતા.
જ્ઞાનેશ્વરીનો મધુર અવાજ સાંભળ્યા પછી એકનાથ શિંદેએ તેને આવકારવા માટે મુંબઈમાં તેમના બંગલા વર્ષા પર આમંત્રિત કર્યા. જ્ઞાનેશ્વરીની શાસ્ત્રીય સંગીતની પ્રતિભાની પ્રશંસા કરતાં, એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, એક નોન-સિંગિગ બેકગ્રાઉન્ડમાંથી આવનારી “એક ઓટોરિક્ષા ચાલકની પુત્રી માટે આટલા ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય ટેલિવિઝન પર આટલો મજબૂત પ્રભાવ બનાવવો તે તેના પરિવારની સાથે સાથે તેમજ સમગ્ર રાષ્ટ્ર માટે મોટી સિદ્ધિ છે. હું માનું છું કે કોઈ પણ અપેક્ષા વગર સખત મહેનત કરવાથી તમને સફળતા મળે છે.”
#LilChampDnyaneshwariGhadge ke suron ki jaadugari aur unke Baba ki baatein chhu gayi na aapka bhi dil 💕! Dekhiye #SRGMPLilChamps, Sat-Sun, raat 9 baje, sirf #ZeeTV par. #FullPerformance pic.twitter.com/SOIseKm4hz
— ZeeTV (@ZeeTV) October 20, 2022
I don’t have words to describe my feelings after hearing this from lil Harmehar
Confidence, cuteness & Musicality poured my heart with tears in my eyes
Am watching this show bcoz of Shankar ji but I must say Neeti ma’am u are also becoming one of the reasons now.#SRGMPLilChamps pic.twitter.com/TinoTZ32Hj— युवन जैन #ˢᵗᵃʸᴴᵒᵐᵉ #ˢᵗᵃʸˢᵃᶠᵉ (@YuvanSJain) October 16, 2022
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે ‘દરેક માટે સીએમ એટલે મુખ્યમંત્રી હોય છે, પણ મારા માટે સીએમ એટલે કોમન મેન! હું જ્ઞાનેશ્વરી સાંભળીને ખૂબ જ ખુશ છું અને હું તેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. તેમના જેવી પ્રતિભા આપણા દેશમાં છે તેનો અમને ગર્વ છે. ખરેખર, આ વાત પ્રશંસનીય છે સીએમના આશીર્વાદ લેવા માટે જ્ઞાનેશ્વરીને તેના જીવનની સૌથી મોટી તક મળી હતી. એટલું જ નહીં તેમણે સીએમની સામે પરફોર્મ પણ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે હાલમાં જ સારેગામાપા લિટલ ચેમ્પ્સની 9મી સીઝન લોન્ચ કરવામાં આવી છે. આ સિઝનમાં જજોની નવી પેનલ બનાવવામાં આવી છે. જજોની નવી પેનલમાં જાણીતા ગાયક શંકર મહાદેવન, સંગીતકાર અનુ મલિક અને નીતિ મોહનનો સમાવેશ થાય છે. તો ફેમસ કોમેડિયન ભારતી સિંહ આ શોને હોસ્ટ કરી રહી છે.