
Bigg Boss 16 Live Streaming : ફરી એક વખત બિગ બોસ (Bigg Boss 16) ના ઘરમાં મેળાવડો જામશે. આ શો પોતાની 16મી સીઝનની સાથે આ શો ઓન એર થવા માટે તૈયાર છે. સલમાન ખાન આ શોને હોસ્ટ કરશે પરંતુ સવાલ એ છે કે, વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 16 આખરે ક્યારે શરુ થશે. તો તમને જણાવી દઈએ કે, મેકર્સે આ પ્રીમિયરની કન્ફર્મ તારીખ જાહેર કરી દીધી છે. સામે આવેલા રિપોર્ટ મુજબ આ શો ઓક્ટોબર મહિનાની 8મી તારીખે લોન્ચ થઈ શકે છો. આ પહેલા એવા અહેવાલો હતા કે, આ શો 1 ઓક્ટોમ્બરથી કલર્સ ચેનલ પર ઓન એ થશે, પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટમાં રિલીઝ તારીખ 8 ઓક્ટોબર જણાવવામાં આવી છે.
લોકો બિગ બોસ 16 શરુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે શોના ઓન એરની રિલીઝ તારીખ સામે આવી ગઈ છે ત્યારે હવે લોકોના ઉત્સાહ બમણો થયો છે, એક ઓનલાઈન વેબસાઈટના રિપોર્ટ મુજબ બિગ બોસ 16 રિલીઝ તારીખ 8 ઓક્ટોબર બતાવવામાં આવી રહી છે. આ વિવાદિત રિયાલિટી શોને લઈ સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વાતો સામે આવી રહી છે.
હાલમાં આ શોની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. જેમાં સલમાન ખાને સીઝન 16 વિશે જણાવ્યું હતુ પ્રથમ સ્પર્ધક અંગે ખુલાસો પણ કર્યો હતો.શો માટે અત્યાર સુધીમાં પાંચ લોકો કન્ફર્મ થયા છે. અબ્દુ રોજિક ઉપરાંત ‘છોટી સરદારની’ ફેમ નિમરત આહલુવાલિયા, ‘ઇમલી’ની લીડ એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર, ટીવી એક્ટર ગૌતમ વિજ અને રેપર એમસી સ્ટેન પણ હશે. તેમનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
સલમાન ખાને તેની લોન્ચિંગ ઈવેન્ટ પર જાણકારી આપી હતી કે આ શો કલર્સ ચેનલ પર 1 ઓક્ટોબરે એટલે કે શનિવારે રાત્રે 9:30 વાગ્યે પ્રીમિયર થશે. તે જ સમયે, એક દિવસ પછી તે Voot પર જોઈ શકાય છે. એટલું જ નહીં, ‘બિગ બોસ 16’ Voot એપ પર 24×7 જોઈ શકાશે. આ સાથે, લોકો અહીં સ્પર્ધકોના અનકટ ફૂટેજ પણ જોઈ શકશે. શનિવાર અને રવિવારના બદલે હવે વીકેન્ડ કા વાર શુક્રવાર અને શનિવારે આવશે.