Dance Deewane Junior : ટીવી પર પહેલીવાર માતા નીતુ કપૂર સાથે જોવા મળશે રણબીર, ‘શમશેરા’ની ટીમ હશે ફિનાલેનો ભાગ

|

Jul 10, 2022 | 8:49 AM

રણબીર અને આલિયાની આગામી ફિલ્મ વિદેશી ફિલ્મથી પ્રેરિત નથી પરંતુ આપણા દેશની સંસ્કૃતિ સાથે જોડાવા જઈ રહી છે. જો કે આ ફિલ્મ પહેલા રણબીર કપૂરની (Ranbir Kapoor) ‘શમશેરા’ રિલીઝ થશે.

Dance Deewane Junior : ટીવી પર પહેલીવાર માતા નીતુ કપૂર સાથે જોવા મળશે રણબીર, શમશેરાની ટીમ હશે ફિનાલેનો ભાગ
neetu kapoor ranbir kapoor

Follow us on

કલર્સ ટીવીનો ડાન્સ રિયાલિટી શો “ડાન્સ દીવાને જુનિયર” (Dance Deewane Junior) હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. નીતુ કપૂરે (Neetu Kapoor) આ પ્રખ્યાત ટીવી રિયાલિટી શોથી ટીવી પર જજ તરીકે ડેબ્યૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે નીતુ કપૂરની સાથે નોરા ફતેહી અને મર્ઝી પેસ્તોનજી પણ ડાન્સ દીવાનેમાં જજની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ શોના ફિનાલેના થોડા દિવસો પહેલા શોના જજ નીતુ કપૂરે એક મોટી જાહેરાત કરી છે. નીતુ કપૂરે કહ્યું છે કે, તેનો પુત્ર રણબીર કપૂર (Ranbir Kapoor) પણ તેની સાથે ડાન્સ દીવાને જુનિયરના અંતિમ એપિસોડમાં જોવા મળશે.

ડાન્સ દીવાને જુનિયરના આગામી એપિસોડનો વીડિયો અહીં જુઓ……..

નીતુ કપૂરની મોટી જાહેરાત

ડાન્સ દીવાને જુનિયરના સેટ પર નીતુ કપૂર અને પાપારાઝી વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. શૂટિંગ દરમિયાનનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં, જ્યારે નીતુ સિંહ તેના શો ડાન્સ દીવાને જુનિયરના સેટની બહાર પાપારાઝીને મળી, ત્યારે તેણે કહ્યું, “તમે લોકો મને ખૂબ જ યાદ કરશો, કારણ કે આવતા અઠવાડિયે શોની ફિનાલે છે, તે પછી શો સમાપ્ત થશે. ફિનાલે એપિસોડમાં રણબીર કપૂર સાથે હશે અને તે પછી અમે કદાચ આ રીતે ફરી નહીં મળીએ, અમને ચોક્કસ યાદ કરજો.

રણબીર કપૂરની શમશેરા ટૂંક સમયમાં થશે રિલીઝ

જો કે, જો TV9 દ્વારા મળેલી એક્સક્લુઝિવ માહિતી વિશે વાત કરીએ તો, માત્ર રણબીર સિંહ જ નહીં પરંતુ વાણી કપૂર અને શમશેરની આખી ટીમ ડાન્સ દીવાનેના ફિનાલેમાં હાજરી આપવા જઈ રહી છે. રણબીર કપૂરની ફિલ્મ શમશેરા ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. દિગ્દર્શક કરણ મલ્હોત્રા શમશેરાને ડિરેક્ટ કરી રહ્યા છે અને લગભગ 4 વર્ષ બાદ કરણ ડિરેક્શનમાં પરત ફરી રહ્યો છે.

બ્રહ્માસ્ત્રના ટ્રેલર પર નીતુ કપૂરની પ્રતિક્રિયા

શમશેરા બાદ રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે, જેમાં રણબીરની પત્ની આલિયા ભટ્ટ પણ તેની સાથે જોવા મળશે. જ્યારે નીતુ કપૂરને પૂછવામાં આવ્યું કે, બ્રહ્માસ્ત્રનું ટ્રેલર જોયા પછી તેને કેવું લાગ્યું, તો તેણે કહ્યું કે, આ ખૂબ જ અદ્ભુત ફિલ્મ છે, મને તે ખૂબ જ ગમી. આ ફિલ્મ એક અલગ જ દુનિયા બતાવે છે, જે અયાન મુખર્જીએ પોતે જ બનાવી છે. અયાન મુખર્જીએ બનાવેલી આ દુનિયા તમારે પણ જોવી જોઈએ. આ ફિલ્મ મોટા પડદા પર આપણી પોતાની પૌરાણિક કથાના ઊંડા મૂળ બતાવવા જઈ રહી છે.

Next Article