રાજુ શ્રીવાસ્તવે લાલુ પ્રસાદ યાદવની તેમની સામે ઉતારી હતી નકલ, શિલ્પા શેટ્ટીના દુધવાળા બનીને જાણો કેવી રીતે હસાવ્યા હતા

|

Sep 21, 2022 | 12:21 PM

રાજુ શ્રીવાસ્તવે (Raju Srivastava) તેમની કોમેડીના (Comedy) કારણે લોકોના દીલમાં ખાસ જગ્યા બનાવી છે. તેમને સામાન્ય પ્રસંગો પર જ નહીં પરંતુ પોલીટીકલ લીડર, બોલિવુડ સ્ટાર્સની પણ કોમેડી કરેલી છે.

રાજુ શ્રીવાસ્તવે લાલુ પ્રસાદ યાદવની તેમની સામે ઉતારી હતી નકલ, શિલ્પા શેટ્ટીના દુધવાળા બનીને જાણો કેવી રીતે હસાવ્યા હતા
રાજુ શ્રીવાસ્તવે આખુ જીવન લોકોને ખૂબ જ હસાવ્યા

Follow us on

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું (Raju Srivastava) 58 વર્ષની વયે નિધન થયું છે. હાર્ટ એટેક આવતાં તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 42 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી વેન્ટિલેટર પર હોવા છતાં, પરિવાર અને ડોકટરોને આશા હતી કે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ તે હવે આપણી વચ્ચે નથી. રાજુ શ્રીવાસ્તવે તેમની કોમેડીના કારણે લોકોના દીલમાં જગ્યા બનાવી છે. તેમને સામાન્ય પ્રસંગો પર જ નહીં પરંતુ પોલીટીકલ લીડર, બોલિવુડ સ્ટાર્સની પણ કોમેડી કરેલી છે. મહત્વની વાત તો એ છે કે આ જાણીતી વ્યક્તિઓની કોમેડી રાજુ શ્રીવાસ્તવે તેમની જ સામે કરેલી છે. અમે તમને તેમના આ જાણીતા વીડિયો બતાવીશું.

રાજુ શ્રીવાસ્તવે રાજકીય નેતા લાલુ પ્રસાદ યાદવની કોમેડી તેમની સામે જ એક શોમાં કરી હતી. જેને જોઇને લાલુ પ્રસાદ યાદવ પોતે પણ પોતાનું હસવુ રોકી શક્યા ન હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જ્યારે રાજુ શ્રીવાસ્તવની કોમેડી જોઇને હસતા હસતા રડી પડ્યા હતા ફારુક અબદુલ્લા

માધુરી દીક્ષિત અને જાવેદ અખ્તર પણ રાજુના જોક પર પોતાની જાતને હસતા ન રોકી શક્યા

અમિતાભ બચ્ચનની સામે તેમની જ મીમીક્રી કરી હતી

જ્યારે તેમણે એક એવોર્ડ શોમાં દિયા મિર્ઝા સાથે પર્ફોમન્સ આપી હતી અને બોલિવુડ સ્ટાર્સને હસાવ્યા હતા

 

શિલ્પા શેટ્ટીના દુધવાળા બનીને તેમણે કરી હતી કોમેડી

રાજુ શ્રીવાસ્તવે તેમની જીવનકાળ દરમિયાન મોટી મોટી હસ્તીઓથી લઇને સામાન્ય વર્ગના લોકોને પણ હાસ્યથી ખુશીઓ વહેંચી છે. રાજુ શ્રીવાસ્તવે હાસ્ય વહેંચીને લોકોના દિલમાં ખૂબ જ આગવુ સ્થાન ઊભુ કરેલુ છે.

Next Article