Bigg Boss 16 : બિગ બોસ 16 માટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ માંગ્યા 30 કરોડ

|

Sep 23, 2022 | 12:12 PM

Bigg Boss 16: ચાહકોને ટૂંક સમયમાં રાજ કુન્દ્રાના જીવન અને તેમના વ્યક્તિત્વને જાણવાનો મોકો બીગબોસમાં મળશે. રિપોર્ટ્સ અનુસાર બિગ બોસ 16 ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. સલમાન ખાન ફરી એકવાર આ શોને હોસ્ટ કરતો જોવા મળશે.

Bigg Boss 16 : બિગ બોસ 16 માટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ માંગ્યા 30 કરોડ
: બિગ બોસ 16 માટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ માંગી મોટી રકમ
Image Credit source: Twitter

Follow us on

Bigg Boss 16 ‘બિગ બોસ’ની 16મી સીઝન હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. સલમાન ખાન  (Salman Khan Show) દ્વારા હોસ્ટ કરાયેલા શોમાં સ્પર્ધકોના નામ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને ‘બિગ બોસ 16’ (Bigg Boss 16) નો પ્રોમો બહાર આવ્યો ત્યારથી તે વધુ હેડલાઈનમાં આવ્યો છે. ચાહકો શોના પ્રીમિયરની રાહ જોઈ રહ્યા છે જાણા ઈચ્છુક છે કે, આ વખતે શોમાં કયા સેલિબ્રિટી ભાગ લઈ રહ્યા છે. જ્યારે કેટલાક સેલિબ્રિટી શોમાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, ત્યારે હાલમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra )ના નામ પર વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

રાજ કુન્દ્રાએ 16મી સિઝન માટે 30 કરોડ માંગ્યા

હવે શોમાં રાજ કુન્દ્રાની ફી વિશે એક મોટું અપડેટ આવી રહ્યું છે.ગયા વર્ષે પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા જો બિગ બોસનો ભાગ બનશે તો શોની ટીઆરપીમાં મોટો ઉછાળો આવશે. આ વાત કોઈનાથી છુપી નથી અને ખુદ રાજ કુન્દ્રા પણ આ વાત જાણે છે. આ કારણોસર તેણે ‘બિગ બોસ 16’ માટે મોટી ફીની માંગણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ કુન્દ્રાએ આખી સિઝન માટે 30 કરોડ રૂપિયા માંગ્યા છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ કુન્દ્રા શોમાંથી મળેલી ફી એનજીઓને દાન કરશે.

બિગ બોસ 16ના કારણે તેની ઈમેજમાં ઘણો સુધારો થઈ શકે છે

વધુમાં સૂત્રએ કહ્યું, ‘રાજ કુન્દ્રાએ નિર્માતાઓને તેમની ફી એક એનજીઓને દાન કરવા કહ્યું છે. તે પોતાના માટે શોમાંથી કોઈ પૈસા લેવા માંગતો નથી. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બંને પાસે પૈસાની કમી નથી. આવી સ્થિતિમાં જો રાજ આમ કરશે તો બિગ બોસ 16ના કારણે તેની ઈમેજમાં ઘણો સુધારો થશે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

અત્યારસુધી બિગ બોસ 16 માટે જન્નત જુબૈર અને મુનવ્વર ફારુખીના નામ પર મહોર લાગી ચૂકી છે. એવા પણ અહેવાલ હતા કે, અભિનેત્રી મોડલ આકાંક્ષા પુરી પણ શોમાં જોવા મળશે પરંતુ અભિનેત્રીએ સુધી સ્પષ્ટ કર્યું કે, તે આ શોમાં આવશે નહિ.

Next Article