Bigg Boss 16 : આ શોનો ભાગ બની શકે છે રાજ કુન્દ્રા, જન્નત ઝુબૈરથી લઈને અભિનેતા ફરમાન ખાન

કલર્સ ટીવીના ફેમસ રિયાલિટી શો બિગ બોસ 16ના સ્પર્ધકોની યાદી બહાર આવી છે. રાજુ કુન્દ્રાથી લઈને આમલી એક્ટર ફરમાન ખાન સુધી ઘણા નવા નામ આ લિસ્ટમાં સામેલ છે.

Bigg Boss 16 :  આ શોનો ભાગ બની શકે છે રાજ કુન્દ્રા, જન્નત ઝુબૈરથી લઈને અભિનેતા ફરમાન ખાન
આ શોનો ભાગ બની શકે છે રાજ કુન્દ્રા, જન્નત ઝુબૈરથી લઈને અભિનેતા ફહમાન ખાન
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 14, 2022 | 11:52 AM

Bigg Boss 16 : કલર્સ ટીવીના ફેમસ રિયાલિટી શો બિગ બોસ છેલ્લા કેટલાક વર્ષોથી દર્શકોને entertainment કરવામાં આગળ છે. કલર્સનો આ મોસ્ટ પોપ્યુલર શોએ પોતાના 15 સીઝનને સફળતાપૂર્વક પુરી કરી છે. ટુંક સમયમાં જ બિગ બોસની 16મી સીઝન ટીવી પર ઓન એર થશે. તમને જણાવી દઈએ કે, આવતા મહિને શોના પ્રીમિયરને લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દર વર્ષે શોમાં ટીવીના મોટા સ્ટાર્સ સામેલ થાય છે. બિગ બોસ (Bigg Boss 16)માં ટાસ્ક પુરો કરતા આ સેલિબ્રિટી પોતાનું વ્યક્તિ દુનિયાને દેખાડે છે.

ફૈઝલ શેખ

ટિક ટોક પર વિડિયો બનાવતી વખતે ફૈઝલ શેખ પોતાના એક વીડિયોના કારણે ઘણા વિવાદોમાં આવી ગયો હતો, પરંતુ તેના કારણે તેને ઘણી લોકપ્રિયતા પણ મળી હતી, આજે તે મનોરંજન ઉદ્યોગનો ચહેરો બની ગયો છે. તાજેતરમાં તે ખતરોં કે ખિલાડી 12 માં દેખાયો, જેણે ફૈઝલ શેખ ઉર્ફે મિસ્ટર ફૈસુની લોકપ્રિયતામાં વધારો કર્યો. ફૈઝલ ​​હાલમાં ઝલક દિખલા જા 10માં તેના ડાન્સથી દર્શકોનું દિલ જીતી રહ્યો છે. તેને બિગ બોસ 16 માટે પણ અપ્રોચ કરવામાં આવ્યો છે, તે જોવાનું રસપ્રદ રહેશે કે તે બિગ બોસમાં દેખાય છે કે નહીં.

 

 

શુભાંગી અત્રે પુરી

ભાભી જી ઘર પર હૌની અંગુરી ભાભી એટલે કે, શુભાંગી પોતાની કોમેડીથી દર્શોકના દિલ પર રાજ કર્યું છે. આ શોમાં તેણે બોલેલા દરેક ડાયલોગ દર્શકોને ખુબ પસંદ આવે છે. શુભાંગી છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. દર્શકો તેને બિગ બોસમાં જોવા માટે ખુબ ઉત્સાહિત છે.

 

 

ફરમાન ખાન

અપના ટાઈમ આયેગા, મેરે ડેડ કી દુલ્હન અને ઈમલી શો કરનાર અભિનેતા ફહમાન ખાન પોતાની ચોકલેટી ઈમેજ થી મશહુર છે. હાલમાં તેણે સીરિયલ ઈમલીને ટાટા બાય બાય કહ્યું છે. ત્યારથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ફરમાન ખાને બિગ બોસમાં ભાગ લેવા માટે સિરીયલ છોડી દીધી છે પરંતુ આ વિશે હજુ કન્ફોમેશન સામે આવ્યું નથી.

 

 

 

ટીના દત્તા

ટીના દત્તા ટીવીની પોપ્યુલર અભિનેત્રી છે. સીરિયલ ઉતરનથી તેણે ખુબ પ્રસિદ્ધિ મળી છે તે છેલ્લે શો ડાયનમાં જોવા મળી હતી પરંતુ તે 3 વર્ષથી કામ કરી રહી નથી અને નાના પડદાથી દુર છે. એવી વાત કરવામાં આવી રહી છે કે, ટીના દત્તા પણ બિગ બોસ 16માં જોવા મળશે.

 

 

રાજ કુંદ્રા

બોલિવુડની મશહુર હસ્તી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પહેલા જ બિગ બોસ શોનો ભાગ રહી ચૂકી છે. આ વખતે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પણ આ કંટ્રોવર્શિયલ શોમાં જોવા મળી શકે છે. હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી રાજ કુંદ્રા આ વખતે શોમાં જોવા મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

 

 

 

નુસરત જ્હાં

અભિનેત્રી નુસરત જ્હાં રાજનીતિ સાથે સંકળાયેલ છે. તે ટીએમસીની સાંસદ છે. પોતાની પર્સનલ લાઈફને લઈ તે ખુબ ચર્ચામાં રહે છે.

 

 

જન્નત

ટીવીમાં બાળ કલાકાર તરીકે પ્રવેશેલી અને હવે સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રી જન્નત ઝુબૈર ટીવીનું જાણીતું નામ છે. તાજેતરમાં તેણે ખતરોં કે ખિલાડીમાં ભાગ લીધો હતો અને શાનદાર પરફોર્મન્સ આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે જન્નત આ વખતે બિગ બોસ 16માં જોવા મળશે, જોકે તેના પિતાએ આ સમાચારને સાવ ખોટા ગણાવ્યા હતા. જન્નતમાત્ર 20 વર્ષની છે, તે જોવાનું રસપ્રદ રહેશે કે તે બિગ બોસ જેવા વિવાદાસ્પદ શોમાં ભાગ લેવા માંગશે કે નહીં.