Nitesh Pandey Death : ક્યારેક સારો મિત્ર, ક્યારેક સારો જીવનસાથી, આ હતું ‘અનુપમા’માં પાંડેનું પાત્ર

Nitesh Pandey Death : અભિનેતા નિતેશ પાંડે નથી રહ્યા. નિતેશના મૃત્યુ બાદ હવે લોકો તેમની યાદમાં ડૂબી ગયા છે. દરેક વ્યક્તિ નિતેશ અને તેની સાથે જોડાયેલી વસ્તુઓને યાદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, નિતેશે છેલ્લી વાર સ્ક્રીન પર કયું પાત્ર ભજવ્યું હતું.

Nitesh Pandey Death : ક્યારેક સારો મિત્ર, ક્યારેક સારો જીવનસાથી, આ હતું અનુપમામાં પાંડેનું પાત્ર
Nitesh Pandey
| Edited By: | Updated on: May 24, 2023 | 5:36 PM

Nitesh Pandey Death : મોટા પડદાથી લઈને નાના પડદા સુધી પોતાના અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનારા અભિનેતા નિતેશ પાંડેએ હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાની ડેડ બોડી એક હોટલમાંથી મળી આવી છે. એવું માનવામાં આવે છે કે નિતેશને હાર્ટ એટેક આવ્યો હતો, જે પછી તેનું મૃત્યુ થયું હતું. જો કે અભિનેતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો નિતેશ ઇગતપુરી ગયો હતો. જ્યાં તે એક હોટલમાં રોકાયો હતો. તે જ હોટલમાં તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : Nitesh Pandey Death News : ‘અનુપમા’ ફેમ એક્ટર નિતેશ પાંડેનું થયું નિધન, અનેક ટીવી સિરીયલ અને ફિલ્મમાં કરી ચૂક્યા છે કામ

નિતેશ છેલ્લે નાના પડદાની પ્રખ્યાત સિરિયલ અનુપમામાં જોવા મળ્યો હતો. જો કે આ પહેલા તેણે શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ અભિનેતાના મૃત્યુ પહેલા તે અનુપમામાં જ જોવા મળ્યો હતો. અભિનેતાએ પોતાની પાછળ ઘણી યાદો છોડી દીધી છે. નિતેશના ચાહકો તેમના મૃત્યુના શોકમાં ડૂબી ગયા છે. અભિનેતાનો પરિવાર હાલમાં સંપૂર્ણપણે તૂટી ગયો છે.

અનુપમાનું પાત્ર કેવું હતું?

નિતેશે છેલ્લે જતાં-જતાં અનુપમામાં એક ખૂબ જ સારા મિત્ર અને સારા પતિની ભૂમિકા ભજવી હતી. સીરિયલમાં નિતેશ અનુપમાની બેસ્ટ ફ્રેન્ડ દેવિકાના પતિ ધીરજની ભૂમિકા ભજવી રહ્યો હતો. આ સિવાય તે અનુજ કાપડિયાનો ખૂબ જ ખાસ મિત્ર હતો. જે કંઈપણ બોલ્યા વગર તેની સમસ્યાઓ સમજી લેતો હતો.

શોમાં દેવિકા સાથે થવાના હતા લગ્ન

અનુપમામાં બતાવવામાં આવ્યું હતું કે, ધીરજ ઉર્ફે નિતેશ ફરી એકવાર દેવિકા સાથે પોતાનું નવું જીવન શરૂ કરવા માટે તૈયાર છે. દેવિકા અને ધીરજ બંને તેમના લગ્નને લઈને ઉત્સાહિત હતા. જો કે અનુજ અને અનુપમા વચ્ચેના અંતરને કારણે બંને લગ્ન કરી શક્યા ન હતા. પરંતુ હવે નિર્માતાઓએ દેવિકા માટે બીજો ધીરજ શોધવો પડશે. તે જ સમયે અનુપમા પણ ધીરજને ભાઈ સમાન માનતી હતી. તેની પણ ઇચ્છતી હતી કે, તેના શ્રેષ્ઠ મિત્રને તેનો પ્રેમ મળવો જોઈએ.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો