
રામાયણ એટલે ટીવીના સુપરહિટ શોની ફોર્મ્યુલા. ટીવી પર જ્યારે પણ રામાયણ પર કોઈ સિરિયલ બની છે, તે ટીઆરપી ચાર્ટ પર હંમેશા હિટ રહી છે. ટૂંક સમયમાં સોની ટીવી પર ફરી એકવાર ભગવાન રામની કથાનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. નવા વર્ષના નવા દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2024થી સોની ટીવી પર ‘શ્રીમદ રામાયણ’ શરૂ થશે.
1 જાન્યુઆરીએ તેના પ્રીમિયર પછી, આ શો દર અઠવાડિયે સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે. આ શોનું કાસ્ટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સુજય રેયુ આ શોમાં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે.
આ પણ વાંચો : શું થયું કે ‘એનિમલ’ સ્ટાર બોબી દેઓલ રડી પડ્યો? જુઓ વીડિયો
पधार रहे हैं,
अपने भक्तों से मिलने,
मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम!देखिए #SrimadRamayan, 1st जनवरी से, सोम से शुक्र रात 9 बजे सिर्फ #SonyEntertainmentTelevision पर.#SrimadRamayanOnSonyTV #ShriRam #Ramayan #1stJanuary #NewYear pic.twitter.com/98A5xttRvu
— sonytv (@SonyTV) December 3, 2023
તમને જણાવી દઈએ કે ટીવીના નાના પડદા પર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળતા સુજય રેયુનું રામાયણની વાર્તા સાથે ખાસ જોડાણ છે. અગાઉ, સુજય વર્ષ 2015માં પ્રસારિત થયેલી સિરિયલ ‘સિયા કે રામ’નો ભાગ બની ચૂક્યો હતો. પરંતુ આ સિરિયલમાં તે પ્રભુ રામચંદ્રના ભાઈ ભરતનું પાત્ર ભજવી રહ્યો હતો. હવે 8 વર્ષ બાદ આ પ્રખ્યાત ટીવી એક્ટર ટાઈટલ રોલમાં જોવા મળશે. ચેનલે આ સિરિયલનો પ્રોમો ઓન એર કર્યો છે અને ચાહકોને સુજયનો ફર્સ્ટ લૂક ખૂબ જ પસંદ આવ્યો છે.
રામની સાથે સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું કાસ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. કલર્સ ટીવી સિરિયલ ‘શિવ-શક્તિ’માં ગંગાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રાચી બંસલ સોનીની ‘શ્રીમદ રામાયણ’માં માતા સીતાના રોલમાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે શિવ-શક્તિ અને શ્રીમદ રામાયણ બંને સિદ્ધાર્થ કુમાર તિવારીના સ્વસ્તિક પ્રોડક્શનના શો છે. ‘સ્વસ્તિક પ્રોડક્શન’એ અત્યાર સુધી મહાભારત, રાધા કૃષ્ણ, રામ સિયા કે લવ કુશ, કર્મફળ દાતા શનિ જેવા ઘણા સુપરહિટ શોનું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચો: નેટફ્લિક્સે ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ! કપિલ શર્મા સાથે દેખાશે સુનીલ ગ્રોવર
Published On - 6:59 pm, Mon, 4 December 23