Dance Deewane Junior : કારની છત પર ચડીને નીતુ કપૂરે સસરા શમ્મી કપૂરના ગીત પર કર્યો ડાન્સ, એનર્જી જોઈને નોરા ફતેહી થઈ આશ્ચર્યચકિત

|

Jun 20, 2022 | 9:32 AM

નીતુ કપૂર (Neetu Kapoor) એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે-સાથે એક મહાન ડાન્સર પણ છે. જો કે આપણે ભાગ્યે જ તેણીને મુક્તપણે ડાન્સ કરતી જોઈ છે, પરંતુ આ વખતે નીતુ કપૂર ડાન્સ દીવાનેના સ્ટેજ પર મુક્તપણે ડાન્સ કરતી જોવા મળી હતી

Dance Deewane Junior : કારની છત પર ચડીને નીતુ કપૂરે સસરા શમ્મી કપૂરના ગીત પર કર્યો ડાન્સ, એનર્જી જોઈને નોરા ફતેહી થઈ આશ્ચર્યચકિત
neetu kapoor nora fatehi

Follow us on

નીતુ કપૂર (Neetu Kapoor) નોરા ફતેહી અને મર્ઝી સાથે કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો “ડાન્સ દીવાને જુનિયર”ને જજ કરી રહી છે. આજનો એપિસોડ તેના માટે ખૂબ જ ખાસ હતો. કારણ કે આજે તેની આગામી ફિલ્મ “જુગ જુગ જિયો” ની ટીમે પણ આ શોમાં ભાગ લીધો હતો. કિયારા અડવાણી, વરુણ ધવન અને અનિલ કપૂર સાથે નીતુ કપૂરે ડાન્સ દીવાનેના સ્ટેજ પર ખૂબ જ ધૂમ મચાવી હતી. પરંતુ ડાન્સ દીવાને જુનિયરના (Dance Deewane Junior) એપિસોડની યાદગાર ક્ષણ એ હતી, જ્યારે નીતુ કપૂર કારની છત પર ચડીને તેના સસરા શમ્મી (Shammi Kapoor)કપૂરના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

અહીં વીડિયો જુઓ…

નોરા ફતેહી નીતુ કપૂરની એનર્જી જોઈને દંગ રહી ગઈ હતી

નીતુ કપૂરનો આ વીડિયો એપિસોડ પ્રસારિત થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. આ વીડિયોમાં કોરિયોગ્રાફર તેને સપોર્ટ કરશે. તમને જણાવી દઈએ કે, નીતુ કપૂર જે વાહન પર ઉભી છે તે અસલી વાહન નથી પરંતુ ડાન્સ માટે વપરાતી પ્રોપર્ટી છે. જે કારના આકારમાં બનાવવામાં આવી છે. આ કાર પર ઉભા રહીને ડાન્સ દિવાનેના જજ અને ફેમસ કોરિયોગ્રાફર મર્જીની સાથે નીતુ કપુરે પૂરી એનર્જી સાથે ડાન્સ કર્યો અને આ ઉંમરમાં આવી સ્ફુર્તી જોઈને જજ નોરા ફતેહી મંત્રમુગ્ધ થઈ ગઈ છે.

સસરાના ગીત પર કર્યો ડાન્સ

નીતુ કપૂર અને મર્ઝીએ શમ્મી કપૂરના ગીત “ઓ હસીના ઝુલ્ફોન વાલી” પર ડાન્સ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આ સુપરહિટ ગીત વર્ષ 1966માં રિલીઝ થયેલી પ્રખ્યાત ફિલ્મ તીસરી મંઝિલનું છે. તમને જણાવી દઈએ કે, વીતેલા સુપરસ્ટાર શમ્મી કપૂર નીતુ કપૂરના સસરા અને દિગ્ગજ ફિલ્મ નિર્માતા રાજ કપૂરના ભાઈ હતા. નીતુ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નીતુ કપૂર ડાન્સ દીવાને જુનિયરને જજ કરી રહી છે

ડાન્સ દીવાને જુનિયર નીતુ કપૂરનો પહેલો રિયાલિટી શો છે. જેમાં તે જજ તરીકે કામ કરી રહી છે. નીતુ કપૂરે આ શોથી ટેલિવિઝનની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. પતિ ઋષિ કપૂરના અવસાન બાદ હવે ફરી એકવાર નીતુ કપૂર પોતાનું જીવન પોતાની શરતો પર જીવતી જોવા મળી રહી છે. ડાન્સ દીવાનેના સ્ટેજ પર પણ દર્શકો તેને બાળકો સાથે એક બાળક તરીકે એન્જોય કરતાં અને બધાને પ્રોત્સાહન આપતા જોઈ શકે છે.

Next Article