‘નાગિન 6’ ફેમ તેજસ્વી પ્રકાશે તેણીને બોડીશેમ કરતી કમેન્ટ્સ અંગે જણાવી આ વાત

તેજસ્વી પ્રકાશ એ ઈન્ડિયન ટેલિવૂડ જગતની ખુબ જાણીતી અભિનેત્રીઓમાંની એક ગણાય છે. તેજસ્વી પ્રકાશ હાલમાં 'બિગ બોસ 15' અને ;નાગિન 6' આ બંને શોના લીધે સતત ચર્ચામાં રહે છે. તેજસ્વી પ્રકાશનું ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વિશાળ છે.

નાગિન 6 ફેમ તેજસ્વી પ્રકાશે તેણીને બોડીશેમ કરતી કમેન્ટ્સ અંગે જણાવી આ વાત
Tejasvi Prakash (File Photo)
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:44 PM

‘નાગિન 6’ (Naagin 6) ફેમ તેજસ્વી પ્રકાશ (Tejasvi Prakash) આજકાલ તેના આ નવા શોને કારણે તેના ફેન્સનો અઢળક પ્રેમ મેળવી રહી છે. તેજસ્વી પ્રકાશ તેની આ સફળતાથી ખૂબ જ ખુશ છે. તેણીએ જણાવ્યું કે તેણી પોતાની જાતમાં ખૂબ જ આત્મવિશ્વાસ રાખે છે અને પોતાની જાતને અન્ય લોકો કરતાં હંમેશા અલગ પાડે છે. તેણી સોશિયલ મીડિયા પર તેના ઓછા વજન, યુનિક લુક માટે કરવામાં આવેલી નેગેટિવ કમેન્ટસથી કોઈ જ અસર થતી નથી.

તાજેતરમાં ‘બિગ બોસ 15’ના વિજેતા બન્યા પછી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ એકતા કપૂરની (Ekta Kapoor) સિરિયલ ‘નાગિન 6’ સાથે દર્શકોના દિલ જીતી રહી છે. જો કે તાજેતરમાં, તેજસ્વીએ ખુલાસો કર્યો હતો કે તે ખૂબ પાતળી હોવાને કારણે પણ પહેલા ખૂબ જ બોડીશેમીંગનો અનુભવ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે તેના ઓછા વજનને કારણે તેને નકારાત્મક ટિપ્પણીઓ મળતી હતી.

તેજસ્વી પ્રકાશ આગળ કહે છે કે, “આ બૉડી-શેમિંગ માત્ર એવા લોકો સાથે થતું નથી જેનું વજન વધારે છે. તે પાતળા લોકો સાથે પણ થાય છે. મારું વજન ઓછું હોવાથી મને નકારાત્મક ટિપ્પણીઓ પણ મળી રહી હતી. જીવનમાં જ્યારે તમે અભિનેતા બનો છો અને તમારી પાસે પૈસા હોય છે, ત્યારે તમને ઘણી વખત સૂચનો મળે છે કે તમારા શરીરમાં આવા ફેરફારો કરો. તમે સંપૂર્ણ દેખાવા માટે બાહ્ય સર્જરીઓ કરાવો. સાચું કહું તો મને લાગે છે કે આ એક સરળ રસ્તો છે. તમે બેફામ પૈસા ખર્ચીને તમારા શરીરમાં ઈચ્છો તે ફેરફારો કરવી શકો છો. પરંતુ મારી દ્રષ્ટિએ હું આવા કોઈ જ બાહ્ય ફેરફારો કે સર્જરી મારા શરીર પર કરાવવા માંગતી નથી.”

અભિનેત્રી તેજસ્વી પ્રકાશે આગળ જણાવ્યું કે “હું હંમેશા એક એવી સ્ત્રી રહી છું કે જેને ભગવાન દ્વારા જે રીતે બનાવવામાં આવી છે તેના પર ખૂબ ગર્વ છે. જો લોકોને તે ગમતું નથી તો હું તેમની મદદ કરી શકવાની નથી, કારણકે આ વસ્તુઓને સુધારવાનું મારા હાથમાં નથી. મહિલાઓ માટે પોતાની જાતને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી જાતને અને તમારા શરીરને પ્રેમ કરતા નથી તો પછી તમે કેવી રીતે અપેક્ષા કરશો કે અન્ય કોઈ તમને પ્રેમ કરે. તેથી હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું.”

વર્ક ફ્રન્ટ પર, તેજસ્વી પ્રકાશ તાજેતરમાં તેના કથિત પ્રેમી કરણ કુન્દ્રા સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ ગીતનું નામ ‘રૂલા દેતી હૈ’ હતું અને તે ગત તા. 3 માર્ચે રિલીઝ થયું હતું.

 

આ પણ વાંચો – Tv9 Exclusive Interview : સિમ્બા નાગપાલે જણાવ્યું એકતા કપૂરની સીરિયલ ‘નાગિન 6’ કરવા પાછળનું મોટું કારણ