Mika Di Vohti : મિકા સિંહને મળી ગઈ તેની વોટી, ટૂંક સમયમાં વાગશે લગ્નની શરણાઈ, જાણો કોણ છે તેની દુલ્હન

આકાંક્ષા પુરી શો મિકા દી વોટી' શો જીતી છે. આ શોમાં સામેલ તમામ સ્પર્ધકો તેની એન્ટ્રીથી ખૂબ નારાજ થયા હતા. મિકા સિંહ અને આકાંક્ષા 13 વર્ષથી એકબીજાને ઓળખે છે.

Mika Di Vohti : મિકા સિંહને મળી ગઈ તેની વોટી, ટૂંક સમયમાં વાગશે લગ્નની શરણાઈ, જાણો કોણ છે તેની દુલ્હન
મિકા સિંહને તેની વોટી મળી ગઈ છે ટૂંક સમયમાં લગ્નની શરણાઈ વાગશે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 20, 2022 | 12:40 PM

Mika Di Vohti : સ્ટાર ભારત દ્વારા મોટા પાયે આયોજિત મિકા સિંહનું સ્વયંવર હવે સફળ થયો છે. Tv9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં, શો સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે ‘Mika Di Voti’ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જોવા મળેલી અભિનેત્રી આકાંક્ષા પુરી મીકા સિંહની વોટી બની ગઈ છે. જો અમારા સૂત્રોનું માનીએ તો આકાંક્ષા પુરીએ આ શો જીતી લીધો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, શોના અંતે મીકા સિંહ અને આકાંક્ષા એકબીજાને માળા પહેરાવે છે કે નહીં. આકાંક્ષા પુરી (Akanksha Puri) સાથે પ્રાંતિકા દાસ અને નીત મહેલ આ શોના ફાઇનલિસ્ટ બન્યા હતા. પરંતુ આ ત્રણમાંથી છેલ્લામાં મીકા સિંહે આકાંક્ષા પુરીને પોતાની દુલ્હન તરીકે પસંદ કરી હતી.

એક મહિના પહેલા પ્રીમિયર થયો આ શો

રિયલિટી શો સ્વયંવર, મીકા દી વોટી એક મહિના પહેલા પ્રીમિયર થયો હતો. આ શોમાં આકાંક્ષા પુરી ખુબ લાંબા સમય પછી આવતા મીકા સિંહ માટે સરપ્રાઈઝ હતુ. મીકા સિંહ અને આકાંક્ષા પુરી બંન્ને 13 વર્ષથી મિત્ર છે. આ શો શરુ થતાં પહેલા બંન્નેના અફેરની વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી પરંતુ આ દરમિયાન આકાંક્ષા અન્ય કોઈ સાથે રિલેશનશીપમાં હતી.

અહિ જુઓ મીકા દી સ્વયંવરનો વીડિયો

 

 

મીકાના સ્વયંવરમાં આકાંક્ષાની એન્ટ્રી થયા બાદ ચાહકો ખુબ એકસ્ઈટેડ હતા. બંન્ને પહેલા એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. મીકા દી વોટીમાં આકાંક્ષાએ પહેલી વખત પોતાના દિલની વાત મીકા સિંહ સાથે શેર કરી અને પોતાના પ્રેમને વ્યક્ત કરતા આકાંક્ષાએ મીકા સિંહને કહ્યું કે તે ક્યારે પણ મીકા સિંહને પોતાની જીંદગીમાંથી દુર કરશે નહિ, ‘સ્વયંવરઃ મિકા દી વોટી’ શૌ દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે.

અહિ જુઓ આકાંક્ષા પુરીનો વીડિયો

 

 

ટુંક સમયમાં જ મીકા દી વોટીનો ગ્રાન્ડ ફિનાલે શરુ થવાનો છે, આ ગ્રાન્ડ ફિનાલેમાં રણબીર કપુર અને વાણી કપુર તેની ફિલ્મ શમશેરાનું પ્રમોશન કરતા જોવા મળશે. ગ્રાન્ડ ફિનાલેમાં વિનરની જાહેરતા થશે, હવે મીકા સિંહ આકાંક્ષા સાથે લગ્ન કરશે કે પછી આ સંબંધને ઓફિશિયલ જાહેર કરેછે તે જોવાનું રસપ્રદ રહેશે.