
કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16ને વિનર મળી ગયો છે. MC Stan લોકોના સૌથી વધુ વોટ મળતા બિગ બોસ 16 ટ્રોફી જીતી છે. આ સાથે જ શિવ ઠાકરે બીજા સ્થાને રહ્યો છે. 4 મહિનાની રસાકસી બાદ આ શોને પોતાનો 16મો વિજેતા મળ્યો છે. બિગ બોસ 16નો ફિનાલે ગઈ કાલે સાંજે 7 કલાકથી શરુ થયો હતો અને 5 કલાક સુધી ચાલ્યો હતો.
MC Stan એક જાણીતો રેપર છે અને બિગ બોસ 16 માં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં વધારો થયો. વિજેતા બનતા તેને 31 લાખ 80 હજાર રૂપિયા, બિગ બોસ 16ની ટ્રોફી અને Hyundai I 10 Nios કાર મળી છે.આ ફિનાલેમાં સલમાન ખાનનો ડાન્સ પણ જોવા મળ્યો હતો. સલમાન ખાન પણ ટોપ 5 સ્પર્ધકો સાથે ટાસ્ક કરતો અને મજાક કરતો જોવા મળ્યો હતો.
Congratulations #MCStan on winning Bigg Boss 16!
Bigg Boss Season 16, streaming exclusively, only on Voot. @BeingSalmanKhan @ColorsTV #BiggBoss #BiggBoss16 #BB16OnVoot #Entertainment #SalmanKhan #Voot #MCStan pic.twitter.com/JYYsyvVnet
— Voot (@justvoot) February 12, 2023
Congratulations @MCStanOfficial
For winning BB16 from nowhere to one Of the most loved contestant of BB16 And one of the most popular rapper in Indian Hip Hop industry and now being winner of BB16 #MCStan wins HH winsHISTORIC WINNER MC STANpic.twitter.com/fxdxQh8OT4
— ⛓️ (@ItsTeamMCStan) February 12, 2023
WE CREATED HISTORY
STAYED REAL THROUGHOUT , REPPED HIPHOP ON NATIONAL TV
Ammi’s dream poora hogaya & trophy P-town aagayi ♥️♂️~ IG Post of #MCStan
HISTORIC WINNER MC STAN pic.twitter.com/FNRsrK5OW0— ⛓️ (@ItsTeamMCStan) February 12, 2023
શાલિન ભાનોટ ઘરની બહાર થયો છે. પરંતુ એકતા કપૂરે મોટી ઓફર આપી છે. શાલિન ભનોટ ભલે ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગયો હોય, પરંતુ એકતા કપૂરે તેને કલર્સ ટીવી પર ‘બેકાબૂ’ નામનો અપકમિંગ શો ઓફર કર્યો છે.
બિગ બોસ 16ની ટ્રોફી ઘણી ખાસ છે. ટ્રોફીમાં મજબૂત ગોલ્ડ અને ડાયમંડ વર્ક કરવામાં આવ્યું છે. આ ટ્રોફી પણ ઘોડાના આકારમાં બનાવવામાં આવી છે. પરંતુ આ ટ્રોફી કોઈ સામાન્ય ટ્રોફી નથી. નિર્માતાઓએ આ ટ્રોફી ખૂબ વિચાર કર્યા પછી તૈયાર કરી છે. આ ટ્રોફી ઘણી ખાસ છે. આ ટ્રોફીમાં ગોલ્ડ અને હીરાનું વર્ક કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Bigg Boss: પહેલા સિઝનના વિનરને મળ્યા હતા 1 કરોડ, આ વખતે મળશે આટલા લાખ
ઘોડાના માથાના આકારની આ ટ્રોફી એકદમ સ્ટાઈલિશ અને અનોખી છે. શોની ટ્રોફીની કિંમત વિશે વાત કરીએ તો તમે સાંભળીને દંગ રહી જશો. મળતી માહિતી મુજબ હીરા અને સોનાથી બનેલી આ ટ્રોફીની કિંમત 9 લાખ 34 હજાર છે. એટલે લગભગ 10 લાખ. ટ્રોફી પર હીરાનું સુંદર કામ કરવામાં આવ્યું છે. તેના પર બિગ બોસનો લોગો એટલે કે આંખ પણ દેખાય છે. આ વર્ષે જે આ શોનો વિજેતા બનશે તેને આ ખૂબ જ ખાસ ચમકતી ટ્રોફી મળવાની છે.