Mann Ki Baat – Bharat Ki Baat : મન કી બાત – ભારત કી બાતનું 2 જૂને થશે પ્રીમિયર, જાણો ક્યાં જોઈ શકશો પીએમ મોદીના રેડિયો શોની ડોક્યુમેન્ટ્રી

|

Jun 01, 2023 | 8:15 PM

મન કી બાત - ભારત કી બાત (Mann Ki Baat - Bharat Ki Baat) એક નવી ડોક્યુમેન્ટ્રી છે, જેનું પ્રીમિયર 2જી જૂને હિસ્ટ્રી ટીવી18 પર થશે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના પ્રભાવની ખબર પડશે.

Mann Ki Baat - Bharat Ki Baat : મન કી બાત - ભારત કી બાતનું 2 જૂને થશે પ્રીમિયર, જાણો ક્યાં જોઈ શકશો પીએમ મોદીના રેડિયો શોની ડોક્યુમેન્ટ્રી
Mann Ki Baat bharat ki baat

Follow us on

Mann Ki Baat – Bharat Ki Baat: મન કી બાત એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ છે જે 2014 માં પ્રથમવાર પ્રસારિત થયો હતો. હિસ્ટ્રી ટીવી18 હવે તેના પર મન કી બાત-ભારત કી બાત નામની (Mann Ki Baat – Bharat Ki Baat) એક નવી ડોક્યુમેન્ટ્રી લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ડોક્યુમેન્ટ્રીમાં એ જાણવામાં આવશે કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ દેશના નાગરિકો સાથે દ્વિ-માર્ગી વાર્તાલાપ માટેનું પ્લેટફોર્મ બન્યું. આ ડોક્યુમેન્ટ્રીમાં તે પણ બતાવવામાં આવશે કે કેવી રીતે મન કી બાતથી દેશમાં વિવિધ પાસાઓમાં સકારાત્મક ફેરફારોની પ્રેરણા મળી. રેડિયો શોએ તાજેતરમાં 100 એપિસોડનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

મન કી બાત – ભારત કી બાત વિશે જાણો

પ્રસિદ્ધ ગીતકાર અને ટેલિવિઝન વ્યક્તિત્વ મનોજ મુન્તશીર દ્વારા વર્ણવેલ આ નવી ડોક્યુમેન્ટ્રીમાં વિવિધ ક્ષેત્રોની પ્રમુખ હસ્તીઓ સાથેની મુલાકાતો દર્શાવવામાં આવી છે. તેમાં શિક્ષક, લેખિકા અને પરોપકારી સુધા મૂર્તિ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વીરેન્દ્ર સહેવાગ, વરિષ્ઠ પત્રકાર સ્મિતા પ્રકાશ, સીબીએફસી અધ્યક્ષ પ્રસૂન જોશી અને આધ્યાત્મિક નેતાઓ સદગુરુ અને શ્રી શ્રી રવિ શંકર વગેરે હાજર રહેશે. આ ફિલ્મમાં નાગરિકો અને વડાપ્રધાનને પ્રેરણા આપનાર વાર્તાઓ પણ દર્શાવવામાં આવી છે.

2જી જૂને હિસ્ટ્રી ટીવી18 પર થશે પ્રીમિયર

મન કી બાત – ભારત કી બાત એ હિસ્ટ્રી ટીવી18 ઓરિજિનલ છે, જે કોલોસીયમ મીડિયા દ્વારા નિર્મિત છે. આ શો હિસ્ટ્રી ટીવી18 પર 2 જૂને રાત્રે 8 વાગ્યે પ્રિમિયર થશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અહીં જુઓ મન કી બાત-ભારત કી બાતનું ટ્રેલર

આ પણ વાંચો : સેલ્ફી માગી રહેલી ફેનને ઈગ્નોર કરતાં ટ્રોલ થઈ કરીના કપૂર, ગુસ્સે થયા લોકો, જુઓ Video

મન કી બાત એ માસિક રેડિયો કાર્યક્રમ છે. આ એક એવું મંચ છે જ્યાં વડાપ્રધાન ભારતના લોકોની ચિંતાઓ અને સૂચનોને સંબોધિત કરે છે. આ કાર્યક્રમ સામાન્ય વ્યક્તિઓના પ્રયત્નોની પણ ઉજવણી કરે છે જેઓ તેમના સમુદાયોને વધુ સારા, સ્વચ્છ અને સુરક્ષિત બનાવે છે. 100 થી વધુ એપિસોડ, રેડિયો કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ, શિક્ષણ, ટકાઉ ખેતી અને પર્યાવરણીય સંરક્ષણ જેવા મુદ્દાઓની વિશાળ શ્રેણીને સંબોધવામાં આવી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article