Bigg boss 17માં પ્રિયંકા ચોપરાની બહેન સહિતના આ સ્ટાર્સ ઘરમાં લીધી એન્ટ્રી

|

Oct 16, 2023 | 10:14 AM

સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 17 (Bigg boss 17) ધમાકેદાર શરૂ થયો છે. લોકપ્રિય ટીવી કપલ અંકિતા-વિકી, ઐશ્વર્યા-નીલથી લઈને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બહેન મન્નરા ચોપરાએ આ શોમાં એન્ટ્રી કરી છે. જુઓ આ શોમાં ક્યાં સ્ટાર મળશે જોવા.

Bigg boss 17માં પ્રિયંકા ચોપરાની બહેન સહિતના આ સ્ટાર્સ ઘરમાં લીધી એન્ટ્રી

Follow us on

નમસ્તે,આદાબ સત શ્રી અકાલ અને કેમ છો મજા મા… સલમાન ખાનની અવાજ હવે તેના ચાહકો અને બિગ બોસના ચાહકોને શનિવાર અને રવિવારે સંભળાશે. હવે અંદાજે 4 મહિના સુધી તમને બસ આ લાઈન સાંભળવા મળશે. સૌથી વધુ કોન્ટ્રોવર્સિયલ રિયાલિટી શો બિગ બોસ 17 શરુ થઈ ચૂક્યું છે. આ વખતે પણ સલમાન ખાને (Salman Khan) પોતાના ધમાકેદાર ડાન્સની સાથે આ સીઝનમાં એન્ટ્રી લીધી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસની આ સિઝનમાં કાંઈક અલગ જોવા મળશે. બિગ બોસના ઘરમાં આ વખતે 3 પાર્ટમાં જોવા મળશે. જેમાં થીમ દિલ, દિમાગ અને દમ છે. પરંતુ આ નવી સીઝનને લઈ સ્પર્ધકથી લઈ કંન્ટેસ્ટન્ટ ખુબ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : Hema Malini Family Tree : હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે કર્યા છે બીજા લગ્ન, પરિવારમાં પતિ, પુત્ર, અને દિકરી સહિત પૌત્ર પણ કરી ચૂક્યા છે બોલિવુડ ડેબ્યુ

બિગ બોસ 17ના ઘરમાં સૌથી પહેલા પ્રિયંકા ચોપરાની બહેન મુન્નાર ચોપડાએ એન્ટ્રી લીધી હતી. જેણે સલમાનની સાથે લાલ દુપટ્ટા ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ એન્ટ્રી લીધી છે. શોના પહેલા જ દિવસ નાનો -મોટો ઝગડો જોવા મળ્યો હતો.

Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો

ટીવીની 2 પોપ્યુલર જોડીએ કરી એન્ટ્રી

આ સીઝનમાં જ્યાં દિલ, દિમાગ અને દમ વાળી થીમ લોકોનું ધ્યાન ખેચીં રહી છો તો ટીવીની 2 પોપ્યુલર જોડીએ પણ એન્ટ્રી કરી તો ચાહકો ખુબ જ ખુશ થયા હતા. સૌથી પહેલા એશ્વર્યા અને નીલ ભટ્ટે ઘરમાં એન્ટ્રી લીધી હતી. સલમાન ખાને અંકિતા લોખંડે અને વિક્કી કૌશલ સાથે મસ્તી પણ કરી હતી.

 વિદેશી મહેમાને પણ એન્ટ્રી લીધી

આ સિઝનમાં એક વિદેશી મહેમાને પણ એન્ટ્રી લીધી છે. જેને સલમાન ખાને મોટા અબ્દુ કહીને બોલાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, નાવેદસોલ લંડનમાં રહે છે પરંતુ શોમાં પહેલા જ દિવસે તેની એશ્વર્યા સાથે સારી મિત્રતા થઈ ગઈ છે. આ સિવાય UK રાઈડરના નામથી ફેમસ પોપ્યુલર યુટ્યુબર અનુરાગ ડોભાલ, સોનિયા બંસલ, સિંગર ફિરોઝા ખાન, તહલકા ભાઈ ઉર્ફ યુટ્યુબર સની આર્યાએ પણ ઘરમાં એન્ટ્રી લીધી છે.

શોમાં ક્રિમિનલ વકીલ સના રઈસ ખાન અને જર્નાલિસ્ટ જિગના વોહરાએ પણ ખુબ ધમાલ મચાવી હતી. જેની મુનાવ્વર ફારુકી સાથે સારી મિત્રતા જોવા મળી હતી. આ બંન્ને સિવાય રિંકુ ધવન, અરુણ મહાશેટ્ટી પણ શોનો ભાગ છે.ઈશા માલવિયા અને અભિષેક કુમાર આ સિઝનમાં છેલ્લી એન્ટ્રી લેનારા સ્પર્ધકો બન્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article