શું તમે જાણો છો અનુપમા એક દિવસના શૂટ માટે કેટલો ચાર્જ લે છે, શોનો છેલ્લા કેટલાક સમયથી નંબર વન પર કબ્જો

|

Jul 20, 2022 | 10:06 AM

અનુપમા સિરિયલમાં અનુપમા (Anupamaa)નું પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલીની રિયલ લાઈફ તેની રીલ લાઈફથી એકદમ અલગ છે. જ્યારે તે સિરિયલમાં 4 બાળકોની માતા છે તો વાસ્તવિક જીવનમાં તે માત્ર એક બાળકની માતા છે. તેનું વાસ્તવિક જીવન અનુપમાના પાત્રથી તદ્દન અલગ છે.

શું તમે જાણો છો અનુપમા એક દિવસના શૂટ માટે કેટલો ચાર્જ લે છે, શોનો છેલ્લા કેટલાક સમયથી નંબર વન પર કબ્જો
રૂપાલી ગાંગુલીની રિયલ લાઈફ રીલ લાઈફથી ઘણી અલગ છે
Image Credit source: Instagram

Follow us on

Anupamaa: ટીવી સિરિયલ અનુપમા (Anupamaa) લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ટીઆરપીમાં પણ આ શો છેલ્લા કેટલાક સમયથી નંબર વન પર છે, અનુપમાનું પાત્ર નિભાવી રહેલી રુપાલી ગાંગુલી (Rupali Ganguly)ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સિરીયલમાં અનુપમાના બીજા લગ્ન થયા છે અને તેના 4 બાળકો પણ છે. રુપાલી ગાંગુલીની રિયલ લાઈફ એકદમ અલગ છે, 45 વર્ષની રુપાલી એક બાળકની માતા છે. તેમણે 2013માં બિઝનેસમેન અશ્વિન સાથે લગ્ન કર્યા હતા અને બંન્ને એક પુત્ર પણ છે, જેનું નામ રુદ્રાંશ છે

સિરિયલમાં દાદી બનવાની છે રુપાલી ગાંગુલી

સિરિયલની વાત કરીએ તો અનુપમા 4 બાળકોની માતા છે અને ટુંક સમયમાં જ દાદી બનવાની છે. અનુપમાના પ્રથમ લગ્નથી 3 બાળકો થયા છે. બીજા લગ્નમાં તેમણે એક બાળકીને દત્તક લીધી છે. ટીવી પર અમુક સિરિયલ એવી છે, જેના દરરોજ સમાચાર આવતા રહે છે અને સતત હેડલાઈન્સમાં રહે છે. આવું જ કંઈક છે ટીવી સિરિયલ ‘અનુપમા’નું. (Anupama) આ શો વિશે સતત સારા સમાચાર આવતા હોય છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

 

 

7 વર્ષની ઉંમરમાં એક્ટિંગ શરુ કર્યું

કહેવામાં આવે છે કે રુપાલી પડદા પર જે પાત્ર નિભાવી રહી છે. તેમાં તે રિયલ લાઈફમાં ખુબ અલગ છે, પડદા પર તે અનુપમાનું પાત્ર નિભાવી રહી છે. તેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. રુપાલીએ બાળપણથી જ એક્ટિંગમાં કરિયર શરુ કર્યુ હતુ. તેમણે 7 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ શુરુ કર્યું હતુ, તેમણે સંજીવની, સારાભાઈ વિ સારાભાઈ, બા , જેવી સિરિયલમાં કામ કર્યું છે.

 

 

રુપાલી ગાંગુલીનો જન્મ કોલકતામાં થયો હતો. તેના પિતા અનિલ ગાંગુલી ડાયેરકટર અને સ્કીન રાઈટર હતા તેનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર -પ્રોડ્યુસર છે, રુપાલી 2009માં રિયાલટી શો ખતરો કે ખેલાડી 2માં જોવા મળી હતી. રિપોર્ટસ અનુસાર તેની નેટવર્થ 18થી 20 કરોડ છે, પહેલા એક દિવસના શૂટ માટે 65થી 70 હજાર ચાર્જ લેતી હતી, પરંતુ અનુપમા સિરિયલ સફળ થયા બાદ તેણે ફીમાં પણ વધારો કર્યો છે અને ફી 1 લાખ સુધી વધારી છે.

Published On - 4:42 pm, Tue, 19 July 22

Next Article