KBC 14 : આ દિવસથી શરૂ થશે અમિતાભ બચ્ચનનો શો, આમિર ખાન-મેરી કોમ સહિત અનેક હસ્તીઓ સાથે ઉજવાશે ‘આઝાદી કે ગર્વ મહાપર્વ’

કૌન બનેગા કરોડપતિ 14ની (KBC 14) સિઝન શરૂ થવાની છે. આ સિઝનના પહેલા એપિસોડમાં ઘણા મોટા સ્ટાર્સ સામેલ થવાના છે. લેટેસ્ટ પ્રોમોમાં (KBC 14 promo) ખુદ અમિતાભ બચ્ચને આની જાહેરાત કરી છે.

KBC 14 : આ દિવસથી શરૂ થશે અમિતાભ બચ્ચનનો શો, આમિર ખાન-મેરી કોમ સહિત અનેક હસ્તીઓ સાથે ઉજવાશે આઝાદી કે ગર્વ મહાપર્વ
KBC
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:14 AM

દર્શકો અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 14’ની (KBC 14) આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ રાહનો અંત આવ્યો. કૌન બનેગા કરોડપતિ સીઝન 14 રવિવાર, 7 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ શોના પ્રારંભિક એપિસોડમાં દેશના ઘણા બહાદુરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સોની ટીવી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે, આ સીઝન ‘આઝાદી કા મહાપર્વ’ KBCમાં ઉજવવામાં આવશે. એટલા માટે આ રિયાલિટી શોનો પ્રથમ એપિસોડ જે સામાન્ય રીતે સ્પર્ધકો સાથે શરૂ થાય છે તે આ વર્ષે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યો છે.

માત્ર જવાબો જ નહી, અનુભવો પણ થશે શેર

KBC 14નો લેટેસ્ટ પ્રોમોમાં, અમે આમિર ખાન સાથે પદ્મ ભૂષણ, કારગિલ યુદ્ધમાં સામેલ મેજર ડીપી સિંહ, મહિલા કર્નલ મિતાલી મધુમિતા, પદ્મ વિભૂષણ મેરી કૌમ, પદ્મ શ્રી સુનીલ છેત્રી આવવાના છે. આ સ્પેશિયલ એપિસોડમાં ઉપસ્થિત રહેનારા આ સેલિબ્રિટીઓ અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર બેસીને તેમને પૂછવામાં આવેલા સવાલોના જવાબો જ નહીં આપશે, પરંતુ તેમની સફળ સફરના કેટલાક અનુભવો પણ દર્શકો સાથે શેર કરશે.

કૌન બનેગા કરોડપતિનો પ્રોમો અહીં જુઓ……..

ઘણા સ્ટાર્સ પોતાનો અનુભવ જણાવશે

આ વિશે વાત કરતાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે ‘KBC 7ઓગસ્ટ, રવિવારે રાત્રે 9 વાગ્યાથી ‘આઝાદીનો મહાપર્વ’ ઉજવી રહ્યું છે. આ શોમાં જોડાવાની વાત કરતા આમિર ખાન કહેતો જોવા મળ્યો કે, આ તેના માટે ખૂબ જ ભાગ્યની વાત છે. તો પોતાના અનુભવ વિશે વાત કરતા મેજર ડીપી સિંહે કહ્યું કે, અત્યાર સુધી તેમના શરીરમાં 73 શ્રાપનલ (ફાટે એવી ગોળીઓ) છે. આ વીડિયોમાં આપણે બિગ બીને કહેતા સાંભળી શકીએ છીએ કે, “અબ હોગા જ્ઞાનદાર, દમદાર, શાનદાર કૌન બનેગા કરોડપતિ.” દરેક સિઝનની જેમ આ સિઝન પણ મનોરંજનથી ભરપૂર રહેશે.

સોમવાર 8 ઓગસ્ટથી દૈનિક એપિસોડ થશે શરૂ

રવિવારના વિશેષ એપિસોડ પછી, અમિતાભ બચ્ચન સોમવાર 8 ઓગસ્ટથી સાચા અર્થમાં KBC શરૂ કરશે. આ શોનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સોમવારથી ગુરુવાર સુધી, અમિતાભ બચ્ચન દેશના લોકો સાથે કૌન બનેગા કરોડપતિ ભજવશે અને એક ભવ્ય શુક્રવારે શોમાં સેલિબ્રિટીનું સ્વાગત કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી આ શોમાં કયા કલાકારો સામેલ થશે, તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.