
ઝીલે શાનદાર મ્યુઝિક સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. ઘૂંઘટ સાથે આવેલી ઝીલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઝિલને દુલ્હનના પોશાકમાં જોઈને આદિત્ય ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. લોકો તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

28 ડિસેમ્બરે ઝિલ અને આદિત્યના લગ્ન હતા. તેણે પોતાના લગ્નના તમામ ફંક્શનના વીડિયો શેર કર્યા છે. જેમાં બંને પોતાના લગ્નને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.

ઝિલ અને આદિત્ય 14 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે હવે લગ્ન કરી લીધા છે. બંને એકબીજાને પરિણીત યુગલ તરીકે જોઈને ખૂબ જ ખુશ હતા.તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ ઝિલ મહેતાએ અભિનયની દુનિયાથી અંતર બનાવી લીધું છે. તે હવે બિઝનેસ વુમન બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ આ વિશે માહિતી આપે છે.