Jhalak Dikhhla Jaa 10 : આઠ વર્ષની ગુંજન બની વિનર, શોના ઈતિહાસમાં પહેલીવાર બની આવી મોટી વાત

પોતાના ડાન્સથી સૌના દિલ જીતનાર આ નાનકડી ડાન્સર આ પહેલા કલર્સ ટીવીના એક રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે. 8 વર્ષની ઉંમરે ઝલકમાં (Jhalak Dikhhla Jaa 10) સામેલ થનારી સૌથી નાની સ્પર્ધક ગુંજનને આ ડાન્સ રિયાલિટી શોની સીઝન 6 માં જજ તરફથી સૌથી વધુ માર્ક્સ મળ્યા છે.

Jhalak Dikhhla Jaa 10 : આઠ વર્ષની ગુંજન બની વિનર, શોના ઈતિહાસમાં પહેલીવાર બની આવી મોટી વાત
gunjan-sinha-tejas-sagar-madhuri
| Edited By: | Updated on: Nov 27, 2022 | 10:30 PM

કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા સિઝન 10 ને પોતાના વિનર મળી ગયો છે. 8 વર્ષની ગુંજન સિન્હા ઝલકની વિનર બની છે. ગુંજન સાથે તેના ડાન્સિંગ પાર્ટનર તેજસ અને કોરિયોગ્રાફર સાગરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રાન્ડ ફિનાલે પહેલા ગુંજને તેના સાથી સ્પર્ધકોને જનતા અને જજ બંનેના મતોની મદદથી ઘણી વખત હરાવ્યા હતા. પરંતુ આજના એપિસોડમાં આ સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો હતો.

રૂબીના, ફૈઝુ અને ગુંજન વચ્ચે થઈ ટાઈ

ગુંજન સાથે રૂબીના અને ફૈઝલનું નામ પણ ટોપ 3 સ્પર્ધકોમાં સામેલ હતું. વિનરનું એનાઉન્સમેન્ટ કરતા પહેલા કરણ જોહરે કહ્યું હતું કે ‘ડાન્સ રિયાલિટી શોના ઈતિહાસમાં આવું પહેલીવાર કોઈ ગ્રાન્ડ ફિનાલેમાં થવા જઈ રહ્યું છે. ઝલક દિખલા જાના ફિનાલેમાં સામેલ ત્રણેય ફાઈનલિસ્ટ વચ્ચે ટાઈ થઈ ગઈ છે પરંતુ અમે ઈન્ટરનેશનલ ડાન્સ ફોર્મેટને ધ્યાનમાં રાખીને વિનર જાહેર કરવાનું નક્કી કર્યું છે અને વિજેતાનું નામ ગુંજન છે,’ ગુંજન સાથે તેના બે સાથીઓને પણ ટ્રોફી અને 20 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

અહીં જુઓ ઝલક દિખલા જા સિઝન 10 ના કેટલાક ફની વીડિયો

પહેલા શોમાં બતાવી ન શકી ખાસ કમાલ

પોતાના ડાન્સથી સૌના દિલ જીતનાર આ નાનકડી ડાન્સર આ પહેલા કલર્સ ટીવીના એક રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે. ગુંજન ડાન્સ દીવાને જુનિયરમાં સ્પર્ધક તરીકે સામેલ હતી. પરંતુ તે આ શો જીતી શકી ન હતી. નોરા ફતેહી, નીતુ કપૂર અને માસ્ટર માર્ઝીએ ડાન્સ દીવાને જુનિયરમાં જજ તરીકે કામ કર્યું હતું. આ શોમાં નિષ્ફળ ગયા પછી પણ ગુંજને હાર માની નહીં. ટૂંક સમયમાં કલર્સ ટીવીએ ગુંજનને સેલિબ્રિટી રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં જોડાવાની તક આપી. સુપર ડાન્સ ફેમ તેજસ આ શોમાં ગુંજનનો પાર્ટનર બન્યો, જ્યારે સાગર તેનો કોરિયોગ્રાફર હતો.