Jhalak Dikhhla Jaa 10 : આજથી શરૂ થશે ડાન્સનું મહાયુદ્ધ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો આ શો

ઝલક દિખલા જા 10 માં (Jhalak Dikhhla Jaa 10) એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા ફેમસ ચહેરા સામેલ થવાના છે. 5 વર્ષ પછી પબ્લિક ડિમાન્ડ પર કલર્સ ટીવી ડાન્સનો આ અનોખા રિયાલિટી શોને પરત ફર્યો છે.

Jhalak Dikhhla Jaa 10 : આજથી શરૂ થશે ડાન્સનું મહાયુદ્ધ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો આ શો
karan madhuri nora manish
| Edited By: | Updated on: Sep 03, 2022 | 3:26 PM

કલર્સ ટીવીનો ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10 ‘ (Jhalak Dikhhla Jaa 10) આજે 3જી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ડાન્સિંગ વિથ સ્ટાર્સના કોન્સેપ્ટથી પ્રભાવિત આ શો લગભગ 5 વર્ષ પછી ટીવી પર કમબેક કરી રહ્યો છે. માધુરી દીક્ષિત, કરણ જોહર અને નોરા ફતેહી આ શોમાં જજ છે. રૂબીના દિલૈક (Rubina Dilaik), નિયા શર્માથી લઈને ગશ્મીર મહાજાની સુધી ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામ આ શોમાં સામેલ છે. મનીષ પોલ આ શોને હોસ્ટ કરશે. બધા ફેન્સ તેમના મનપસંદ એક્ટર્સને ડાન્સિંગ બેટલ કરતા જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.

ક્યારે અને ક્યાં જોઈ શકશો આ શો

ઝલક દિખલા જા આજથી 3જી સપ્ટેમ્બરથી કલર્સ ટીવી પર દર શનિવાર અને રવિવારે ઓન એર થશે. રાત્રે 8 વાગ્યાથી દર્શકો ટીવી પર આ રિયાલિટી શો જોઈ શકશે. કલર્સ ટીવીની સાથે સાથે વૂટ સિલેક્ટ પર લાઈવ ટીવીના માધ્યમથી આ શો જોઈ શકાશે. આ સિવાય આ શો જિયો ટીવી પર પણ જોઈ શકાશે.

અહીં જુઓ ઝલક દિખલા જાના કેટલાક વીડિયો

 

‘ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ’નું દેશી વર્ઝન છે ઝલક

હોલીવુડમાં શરૂ થયેલા ‘ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ’માં અલગ અલગ ફિલ્ડના મોટા સેલેબ્રિટીઝને ડાન્સિંગ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આ રિયાલિટી શોમાં સામેલ થનારા સેલેબ્સને સાથ આપવા માટે કોરિયોગ્રાફરની સેલેબ્સ સાથે એક જોડી દેવામાં આવે છે. ઝલક દિખલા જા આ ફોર્મેટનું ભારતીય વર્ઝન છે. પરંતુ પાંચ વર્ષ પહેલા ટીઆરપીમાં કંઈ ખાસ કમાલ ન કરવાને કારણે મેકર્સે આ શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ હવે પબ્લિક ડિમાન્ડ પર આ શો કમબેક કરી રહ્યો છે.

અહીં જુઓ શોના કંટેસ્ટેંટ્સના નામ

ઝલક દિખલા જામાં બિગ બોસ 11 ની વિનર શિલ્પા શિંદે, અનુપમા ફેમ પારસ કલનાવત, ધીરજ ધૂપર, અમૃતા ખાનવિલકર, નીતિ ટેલર, રૂબીના દિલૈક, નિયા શર્મા, શેફ જોરાવર, ડાન્સર ગુંજન, ટિક-ટોકર ફૈઝુ, અલી અસગર, ગશ્મીર મહાજની તેમના ડાન્સની સાથે જજોને પ્રભાવિત કરતા જોવા મળશે. ઝલકમાં સામેલ થયેલા કંટેસ્ટેટ્સમાંથી ગશ્મીર, અમૃતા અને ગુંજન ખૂબ જ સારા ડાન્સર છે, તો શેફ જોરાવરને ડાન્સ બિલકુલ આવડતો નથી. હવે આમાંથી કોણ પોતાના ડાન્સથી જજોને પ્રભાવિત કરવામાં સફળ રહેશે એ જોવાનું રસપ્રદ રહેશે.