શાહરુખ બાદ ઉમરાહ કરવા મક્કા પહોંચી આ ફેમસ એક્ટ્રેસ, નેગેટિવિટીથી બચવા કોમેન્ટ સેક્શન કર્યું બંધ

જન્નત ઝુબેર (Jannat Zubair) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના કરોડો ફેન્સના કારણે તેની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એક્ટ્રેસ હાલમાં દુબઈમાં પહેલી ઉમરાહ કરતી જોવા મળી હતી.

શાહરુખ બાદ ઉમરાહ કરવા મક્કા પહોંચી આ ફેમસ એક્ટ્રેસ, નેગેટિવિટીથી બચવા કોમેન્ટ સેક્શન કર્યું બંધ
jannat zubair
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 23, 2022 | 9:53 PM

ટીવીની જાણીતી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅનસર જન્નત ઝુબૈર હાલમાં મક્કામાં પહેલી ઉમરાહ કરતી જોવા મળી હતી. જન્નતની સાથે તેના ભાઈ અયાનનો પણ આ પહેલો ઉમરાહ હતો. તેના પરિવાર આ ફેમસ એક્ટ્રેસ સાથે મક્કામાં સમય વિતાવી રહી છે. સોશિયલ મીડિયા પર ભાઈ અયાન સાથેના કેટલાક ફોટા પોસ્ટ કરીને જન્નતે ઉમરાહની જાણકારી ફેન્સ સાથે શેયર કરી અને નેગેટિવ કોમેન્ટથી બચવા માટે જન્નતે આ પોસ્ટનો કોમેન્ટ સેક્શન બંધ કર્યો.

થોડા સમય પહેલા શાહરૂખ ખાને પણ મક્કાથી પોતાના ઉમરાહનો ફોટો શેયર કર્યો હતો. શાહરૂખ બાદ હવે જન્નત ઝુબેર અને અયાન ઝુબેરની ઉમરાહની તસવીરો સામે આવી છે. જન્નતે સોશિયલ મીડિયા પર શેયર કરેલી આ તસવીરોનું કેપ્શન લખ્યું છે કે જુમ્મા મુબારક હો, અમારો પહેલો ઉમરાહ પૂરો થઈ ગયો, અબ્દુલ્લા. 3 દિવસ પહેલા જન્નતે સોશિયલ મીડિયા પર દુબઈની એક તસવીર અપલોડ કરી હતી. જેમાં તેના માતા-પિતા અને તેનો ભાઈ તેની સાથે હતા.

અહીં જુઓ જન્નત ઝુબેરની આ પોસ્ટ

સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે જન્નત

જન્નત ઝુબેરના સોશિયલ મીડિયા પર લગભગ 45 મિલિયન ફોલોઅર્સ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર કોમેડી, કામ અને ફેશન સાથે જોડાયેલી ઘણી ઈન્સ્ટા-સ્ટોરીઝ અને તસવીરો જોવા મળે છે. ટીવીમાં પોતાની સફર એક બાળ એક્ટ્રેસ તરીકે શરૂ કરનાર જન્નત ખૂબ જ જલ્દી ટીવીનો જાણીતો ચહેરો બની ગઈ હતી. જન્નતના કેટલાક મહત્વના શો કર્યા છે, જેવા કે દિલ મિલ ગયે, અબ ના રહે તેરા કાગઝ કોરા, માટી કી બન્નો, ફુલવા, ભારત કે વીર પુત્ર મહારાણા પ્રતાપ, કર્મફલ દાતા શનિનો સમાવેશ થાય છે. જન્નત આ વર્ષે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.

બિગ બોસને લઈને કહી આ વાત

થોડા સમય પહેલા જન્નતની બિગ બોસમાં એન્ટ્રી કરવાની અફવાઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. પરંતુ જન્નતે આ વાતની સ્પષ્ટપણે ના પાડી હતી. જન્નત અને ફૈઝુની જોડી દર્શકોને ખૂબ જ પસંદ કરે છે.