સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો એટલે કે IBDથી ઘર-ઘરમાં જાણીતા શોની ટ્રોફી હવે સમર્પણના ઘરની શોભા બની છે. તમને જણાવી દઈએ કે આ શો જીતનારા સમર્પણનો જન્મ આસામમાં થયો છે. પરંતુ મહારાષ્ટ્ર તેની જન્મભૂમી છે. શોમાં આવતા પહેલા સમર્પણ પુણેમાં કામ કરતો હતો. પોતાના નટખટ સ્વભાવમાં સમર્પણે ઓડિશન રાઉન્ડ વખતે જ જજોની સામે શોમાં આવવા પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે પૈસા કમાવવા છે અને સાથે તેના ફેમિલિને બતાવવું છે કે તેનો છોકરો જીવે છે.
આ પણ વાંચો : IBD 3 : કરિના કપૂર નહીં પરંતુ કરિશ્મા હતી સૈફ અલી ખાનની પ્રથમ બાઇક પાર્ટનર, IBD 3 પર કર્યો ખુલાસો
તમને જણાવી દઈએ કે સમર્પણના પિતા 17 વર્ષથી લગાતાર કામ કરી રહ્યો છે. તેમનો પરિવાર આસામમાં રહે છે. આ જ કારણ છે કે પુણેમાં રહેતો સમર્પણ ન તો તેના પિતાને મળી શકે છે કે ન તો તેના પરિવારના સભ્યોને. આ વિશે વાત કરતાં તેણે ઓડિશન રાઉન્ડમાં કહ્યું – ‘ટીવી પર આવીને હું મારા પરિવારને પણ કહી શકીશ કે જુઓ, તમારો પુત્ર હજી જીવતો છે અને કંઈક કરી રહ્યો છે. જો કે IBD ના પ્લેટફોર્મે શોના ગ્રાન્ડ ફિનાલેમાં સમર્પણને તેના પરિવાર સાથે ફરીથી જોડ્યો. તેના પિતાએ પણ 17 વર્ષ બાદ સમર્પણ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી.
જજોની સાથે તેની હૃદયસ્પર્શી લાગણીઓ શેર કરતી વખતે સમર્પણએ એમ પણ કહ્યું હતું કે, તેણે શો જીતવા વિશે કંઈપણ વિચાર્યું નથી. પરંતુ તેણે ઘણા ડાન્સ રિયાલિટી શોમાં જોયું છે કે લોકો ઓડિશનમાં આવે છે અને ડાન્સ કરે છે, એકવાર તેમનો ચહેરો ટીવી પર જોવા મળે છે અને પછી તેઓ પુણે અથવા નાસિકના ઘણા સ્થાનિક ડાન્સ શોને જજ કરવાનું શરૂ કરે છે. સમર્પણ પણ ઓડિશન આપીને પોતાના માટે આવકનો આટલો સારો સ્ત્રોત બનાવવા માંગે છે.
We can imagine #SamarpanLama♂moonwalking his way to the 1ssstttt position! Congratulations to the WINNER of #IndiasBestDancer3 along with his partner choreographer #BhawnaKhanduja#IndiasBestDancer #IBD #Dancer #Dance #HarMoveSeKarengeProve #IBD3 pic.twitter.com/l363k87hyJ
— sonytv (@SonyTV) September 30, 2023
સમર્પણે પોતાના સ્વભાવથી સોનાલી, ગીતા અને ટેરેન્સને ખૂબ જ હસાવ્યા હતા. પરંતુ પોતાના ડાન્સ પર પણ ખૂબ જ મહેનત કરી હતી. તેનું પહેલું પરફોર્મન્સ જોઈને ટેરેન્સ ઈમ્પ્રેસ થઈ ગયો હતો. તેણે પોતાની સોનાની ચેઈન સમર્પણને ભેટ સ્વરૂપે આપી દીધી હતી. જજની પેનલની સાથે-સાથે જનતાએ વધારે વોટ આપીને સમર્પણને આ શોનો વિનર બનાવ્યો છે.