Sayli Kamble Wedding: ઈન્ડિયન આઈડલની રનર અપ રહેલી સાયલીએ તેના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, વાયરલ થઈ રહ્યો છે સિંગરનો મહારાષ્ટ્રીયન લુક

|

Apr 25, 2022 | 4:09 PM

ઈન્ડિયન આઈડલ સીઝન 12ની (Indian Idor 12) સેકન્ડ રનર અપ સાયલી કાંબલે તેના બોયફ્રેન્ડ ધવલ સાથે લગ્ન કરી લીધા છે. આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Sayli Kamble Wedding: ઈન્ડિયન આઈડલની રનર અપ રહેલી સાયલીએ તેના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, વાયરલ થઈ રહ્યો છે સિંગરનો મહારાષ્ટ્રીયન લુક
Sayli Kamble Wedding

Follow us on

ઈન્ડિયન આઈડલ સીઝન 12ની સેકન્ડ રનર અપ (Indian Idol Season 12) રહેલી સાયલી કાંબલે તેના બોયફ્રેન્ડ ધવલ સાથે લગ્ન કર્યા હતા. સિંગરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં સાયલી પીળા રંગની સાડીમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં સાયલી કાંબલે (Sayli Kamble) ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ક્યૂટ કપલે મહારાષ્ટ્રીયન રિવાજો સાથે સાત ફેરા લીધા છે. સિંગર સાયલી કાંબલે અને ધવલે (Dhawal) 24 એપ્રિલે એકબીજા સાથેના તેમના સંબંધોને આગળના તબક્કામાં લઈ જવાનું નક્કી કર્યું. બંનેએ મુંબઈના કલ્યાણમાં લગ્ન કર્યા હતા.

લગ્નમાં સાયલીએ પીળા કલરની સાડી અને સોનાના દાગીના પહેર્યા હતા. આ લુકમાં સાયલી ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે ધવલ વિશે વાત કરીએ તો ધવલ સફેદ કુર્તા પાયજામા અને મેચિંગ પાઘડીમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

સિંગરના ફેન પેજ પર તેના લગ્નની ઘણી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ આ કપલને ફેન્સ તરફથી ઘણો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે. આ લગ્નમાં સયાલીના બ્રાઈડલ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ તેમની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ કપલ લાંબા સમયથી હતા રિલેશનશીપમાં

સાયલી અને ધવલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ડિસેમ્બર 2021માં સાયલીને તેના જીવનસાથી ધવલે પ્રપોઝ કર્યું હતું. ત્યારથી બંનેના સંબંધો ગાઢ થતા ગયા.

ધવલના પ્રપોઝલનો વીડિયો પણ સાયલીએ તેના સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. સિંગરે તેના પર એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું કે, “હંમેશા મારી સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર @dhawal261192. મારો પ્રેમ, મારો મિત્ર, મારો માર્ગદર્શક અને હવે જીવનભરનો મારો સાથી…હું તને પ્રેમ કરું છું”

સાયલી કાંબલેની ઈન્સ્ટા પોસ્ટ જૂઓ…

સાયલી કાંબલેએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં સાયલી ધવલ સાથે લગ્નની વિધિ કરતી જોવા મળે છે. આ પોસ્ટ પર ચાહકો આ કપલને દિલથી અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ ફેન પેજ પર તેમના રિસેપ્શનનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં બંને એક સાથે ગ્રાન્ડ એન્ટ્રી લેતા જોવા મળે છે. તેના મહેમાનો ચારે બાજુ ઉભા છે અને તેઓ એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે.

તાજેતરમાં સાયલી કાંબલેએ તેના ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમની અને પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. સાયલીએ હલ્દીમાં પીળી સાડી પહેરી હતી અને ફ્લોરલ આભૂષણો સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો. ધવલ પણ પરંપરાગત રીતે કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.

તેના લગ્નમાં સાયલીએ ફ્યૂશિયા ગુલાબી બોર્ડર સાથે પીળી નૌવારી સાડી પહેરી હતી. આ સાથે તેણે જાંબલી રંગની શાલ પહેરી હતી. તેણીએ પરંપરાગત મહારાષ્ટ્રીયન જ્વેલરી સાથે તેના દેખાવને એક્સેસરીઝ કર્યો. બીજી તરફ તેના વર ધવલે જાંબલી શાલ અને મેચિંગ પાઘડી સાથે ઓફ-વ્હાઈટ કુર્તો પહેર્યો હતો. આ પરંપરાગત અવતાર બંનેને વધુ સુંદર બનાવી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ સુંદર પળો

તેમના લગ્નને લગતો એક ક્યૂટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં લોકો તેની વરમાળાની ક્યૂટ પળોને પસંદ કરી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  લાઉડ સ્પીકર વિવાદ હવે વડોદરા પહોંચ્યો, આ સંસ્થાએ 112 મંદિરોને વિના મુલ્યે લાઉડ સ્પીકર આપ્યા

આ પણ વાંચો:  શું ઈ-સ્કૂટર બંધ થશે? ઓલાએ 1,441 વાહનો પાછા ખેંચ્યા, બીજી કંપનીઓ પણ ચાલે છે આ પગલે, જાણો શું છે કારણ

Next Article