Indian Idol 13 : રોહનપ્રીત સાથે નેહા કક્કર શોમાં ફરી પરત, આ સ્પર્ધકથી પ્રભાવિત થઈને આપી મોંઘી ગિફ્ટ

Indian Idol 13 : ઈન્ડિયન આઈડલ 13ના 50મા એપિસોડને ખાસ બનાવવા માટે મેકર્સે રોમાન્સ સ્પેશિયલ થીમ રાખી છે. નેહા (Neha Kakkar) અને રોહનપ્રીતે આ શોમાં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.

Indian Idol 13 : રોહનપ્રીત સાથે નેહા કક્કર શોમાં ફરી પરત, આ સ્પર્ધકથી પ્રભાવિત થઈને આપી મોંઘી ગિફ્ટ
Image Credit source: Sony Tv
| Edited By: | Updated on: Feb 26, 2023 | 9:44 PM

સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ – સીઝન 13 એ આ અઠવાડિયે સફળતાપૂર્વક 50 એપિસોડ પૂરા કર્યા છે. આ શોના 50મા એપિસોડમાં શોની જજ અને બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કર તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે આવી હતી. આ ખાસ એપિસોડને ‘રોમાન્સ સ્પેશિયલ’ નામ આપવામાં આવ્યું હતું. નેહા અને રોહનપ્રીતની સામે સ્પર્ધક શિવમ સિંહે ફિલ્મ ‘બાર બાર દેખો’ના ‘તેરે નામ’ અને ‘કાલા ચશ્મા’ના ટાઈટલ સોંગ પર પરફોર્મ કરીને વાતાવરણને રોમેન્ટિક બનાવી દીધું હતું.

શિવમનું ધમાકેદાર ગીત ‘કાલા ચશ્મા’ સાંભળતી વખતે, નેહા કક્કર સ્ટેજ પર આવી અને શિવમને તેના મોંઘા સનગ્લાસ પહેરાવ્યા, નેહા તરફથી આ ગિફ્ટ જોઈને શિવમ ખૂબ ખુશ થયો. નેહા કક્કરે શિવમના પર્ફોમન્સના ખૂબ વખાણ કર્યા અને કહ્યું, ગીતની શરૂઆતમાં તમે જે રીતે તે શાયરી કરી, તે ખૂબ જ સારી હતી. હવે જ્યારે હું આ ગીત ગાઈશ ત્યારે તે બિલકુલ અલગ જ સંભાળશે. શિવમે ખૂબ જ સુંદર રીતે આ ગીત ગાયું છે. આ બંને ગીતો ખૂબ જ અલગ અંદાજના છે.

અહીં જુઓ ઈન્ડિયન આઈડલના કેટલાક વીડિયો

શિવમથી પ્રભાવિત થઈ નેહા કક્કર

નેહાએ વધુમાં કહ્યું કે શિવમે ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર પરફોર્મ કરેલા ગીતોમાંથી એક ‘પાપા શિવમ’ પર શૂટ કરે છે અને બીજું ગીત ‘કૂલ ડ્યુડ શિવમ’ પર! અને તેણે તેની બંને ભૂમિકાઓને ન્યાય આપ્યો છે. નેહાએ શિવમના વખાણ કર્યા અને ઈન્ડિયન આઈડલના આ સ્પર્ધક સાથે જોરદાર ડાન્સ પણ કર્યો.

આ પણ વાંચો : સિયાપતિ રામચંદ્રની… શાહરૂખે આટલું બોલતાં જ હજારોની ભીડે કહ્યું- જય, Video થયો વાયરલ

બ્રેક બાદ પરત આવી નેહા કક્કર

દર્શકોના ઉત્સાહમાં વધારો કરતા નેહા કક્કરે શિવમ સિંહ સાથે કાલા ચશ્મા ગીત પર પરફોર્મ કર્યું. આ સિવાય તેની સાથે તમામ સ્પર્ધકો ડાન્સ કરતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે નેહાએ તેની પ્રાઈમરી કમિટમેન્ટને કારણે થોડા સમય માટે ઈન્ડિયન આઈડલ 13માંથી બ્રેક લીધો હતો. પરંતુ હવે ફરી એકવાર તે આ શોમાં પરત ફરી છે. દર્શકોનો આ ફેવરિટ રિયાલિટી શો તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં આ શો તેનો વિનર મળી જશે.