India’s Best Dancer 3 : IBD સ્ટેજ પર ફરી જોવા મળશે ફ્લોરિના ગોગોઈ, તુષાર શેટ્ટી અને નોર્બુ સાથે કરશે પરફોર્મ

|

Jun 03, 2023 | 4:06 PM

Florina Gogoi In IBD 3 : સુપર ડાન્સર સીઝન 4 ની વિજેતા ફ્લોરિના તેના ફેવરિટ કોરિયોગ્રાફર તુષાર શેટ્ટી સાથે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં સ્ટેજ પર પરફોર્મ કરશે. આ બંનેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

India’s Best Dancer 3 : IBD સ્ટેજ પર ફરી જોવા મળશે ફ્લોરિના ગોગોઈ, તુષાર શેટ્ટી અને નોર્બુ સાથે કરશે પરફોર્મ
India s Best Dancer 3

Follow us on

IBD 3 : સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 માં, દર્શકો જૂન મહિના દરમિયાન ‘ડાન્સ કા ફેસ્ટ’ના સાક્ષી બનવા જઈ રહ્યા છે. શોના દરેક એપિસોડમાં અનન્ય કલા સ્વરૂપોની ઉજવણી કરવામાં આવશે અને ફેસ્ટની શરૂઆત ‘તીન કા તડકા’ સાથે ધમાકેદાર થશે. IBDના સ્પર્ધકો અને કોરિયોગ્રાફર્સની સાથે સુપર ડાન્સરના બાળકો પણ આ ચેલેન્જમાં ભાગ લેશે. ગત સિઝનની વિજેતા ફ્લોરિના ગોગોઈ પણ તીન કા તડકાના અવસરમાં હાજરી આપવા જઈ રહી છે.

આ પણ વાંચો : India’s Best Dancer 3 : આજથી શરૂ થશે ડાન્સ રિયાલિટી શો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો LIVE

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ ચેલેન્જમાં નોર્બુ તમાંગ અને તેના કોરિયોગ્રાફર તુષાર શેટ્ટી સુપર ડાન્સર સીઝન 4 ની વિજેતા ફ્લોરિના ગોગોઈ સાથે બેજોડ પરફોર્મન્સ આપશે. ત્રણેય એકસાથે પેપી ડાન્સ નંબર ‘રાધા’ પર આકર્ષક પરફોર્મન્સ રજૂ કરશે. ત્રણેયનું આ જોરદાર એક્ટ નિર્ણાયકોને આશ્ચર્યચકિત કરશે અને તેઓ નોર્બુ, તુષાર અને ફ્લોરિના પર માત્ર વખાણ કરશે જ નહીં પરંતુ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપશે.

ગીતાએ કર્યું પ્રણામ

આ અભિનયથી ઉત્સાહિત ગીતા કપૂર પણ ત્રણેયને નમન કરશે અને આશ્ચર્યમાં કહેશે, જ્યારે કોઈ પોતાની પ્રતિભાને આટલી સુંદર રીતે રજૂ કરે છે, તે ખૂબ જ સારી વાત છે, પરંતુ આજે જ્યારે આ અભિનય શરૂ થયો ત્યારે મને લાગ્યું કે હું બે તુષારને જોઈ રહી છું. તમે બધાએ એવી રીતે પર્ફોર્મ કર્યું કે તે બધા સરખા દેખાતા હતા.

ગીતા કપૂરે તુષાર શેટ્ટીના કર્યા વખાણ

ગીતા કપૂર આગળ કહેશે કે, આ નોન-સ્ટોપ હતું, તેમાં જબરદસ્ત એનર્જી હતી અને તેના વખાણ કરીએ તેટલા ઓછા છે. તુષાર તમે દરેક અપેક્ષાઓ પર ખરા ઉતરો છો અને દરરોજ નવી ઊંચાઈઓ સર કરો છો. તમારું કામ શાનદાર છે અને તમારું સ્ટાન્ડર્ડ ખૂબ ઊંચું છે. પરંતુ જો તમારી સાથે આટલા મહાન કલાકારો ન હોત, તો તમારું કાર્ય આટલું તેજસ્વી રીતે બહાર ન આવ્યું હોત. નોર્બુ અને ફ્લોરિના, તમે બંને અદ્ભુત હતા. તમારી પ્રશંસા કરવા માટે મારી પાસે શબ્દો નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:03 pm, Sat, 3 June 23

Next Article