ટીવીના અનુરાગ બાસુ (Anurag Basu) એટલે કે એક્ટર સીઝેન ખાન(Cezanne Khan) આજે 44 વર્ષનો થઇ ગયો છે. ‘કસૌટી જીંદગી કી’ માં ચોકલેટ બોય બનીને દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવનાર આ ટીવી એક્ટરનું જીવન હંમેશા તેની આસપાસના વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. 2021ની શરૂઆતમાં અમેરિકામાં રહેતી એક પાકિસ્તાની મહિલાએ તેમના પર ઘણા આરોપો લગાવ્યા હતા. સીઝનના ફેન્સ આ આરોપ સાંભળીને ચોંકી ગયા હતા, પરંતુ અભિનેતાએ કહ્યું હતું કે આ આરોપોમાં કોઈ સત્ય નથી.
અમેરિકામાં રહેતી પાકિસ્તાની મહિલા આઈશા મર્ચન્ટે (Aisha Merchant) આરોપ લગાવ્યો હતો કે ‘કસૌટી જિંદગી કી’ ફેમ એક્ટર સીઝેન ખાને 2015માં ગ્રીન કાર્ડ મેળવવા માટે તેની સાથે લગ્ન કર્યા હતા અને તરત જ તેને છૂટાછેડા આપી દીધા હતા.
કરવા માંગતી હતી સીઝેનનો પર્દાફાશ
આયેશાનો આ આરોપ ત્યારે સામે આવ્યો છે જ્યારે સીઝેન રિલેશનશિપમાં હોવાની અને જલ્દી લગ્ન કરવાની વાત કરી હતી. આયેશાએ તે સમયે કહ્યું હતું કે, “સાચું કહું તો મને એ વાતની કોઈ પરવા નથી કે તે કોની સાથે લગ્ન કરી રહ્યો છે. હું માત્ર ઇચ્છું છું કે દુનિયાને ખબર પડે કે તેણે મારી સાથે કેવી રીતે છેતરપિંડી કરી. તેણે બે વર્ષથી વધુ સમય સુધી મારા પૈસા પર પોતાનું જીવન જીવ્યું અને હવે તે મને ઓળખવાનો પણ ઇનકાર કરી રહ્યો છે.
2015 માં કર્યા હતા લગ્ન
48 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે, બંનેએ એપ્રિલ 2015 માં લગ્ન કર્યા અને સીઝેન તેની સાથે અમેરિકામાં રહ્યો હતો. તેણે કહ્યું કે સીઝેન આ સંબંધ તેની માતાથી ગુપ્ત રાખ્યો હતો. તેણે કહ્યું કે તે તેને ક્યારેય પુત્રવધૂ તરીકે સ્વીકારશે નહીં. જોકે, મર્ચન્ટે કહ્યું કે જ્યારે તે રજાઓ દરમિયાન ભારત પાછો આવ્યો ત્યારે તે તેની સાથે તેના ઘરે રહેતી હતી. તે માને છે કે તેની માતા અને પરિવારને તેમના સંબંધો વિશે ખબર હતી.
ઈમિગ્રેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
આયેશા મર્ચન્ટે પણ કબૂલાત કરી હતી કે તે ખૂબ જ પ્રેમમાં હતી અને તેથી તેણે દરેક બાબતને અવગણી. હતી જ્યારે સીઝેન ખાનને ગ્રીન કાર્ડ મળ્યું ત્યારે તેણીને સમજાયું કે તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. 2017માં તેણે આયશાને છૂટાછેડાના પેપર મોકલ્યા હતા. જો કે, આયેશા તેમને સ્વીકારવા માંગતી ન હતી અને તેના વતી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સીઝેન તેને કહે છે કે તેની માતા ઈચ્છે છે કે તે નાની છોકરી સાથે લગ્ન કરે.
આયેશાએ વધુમાં કહ્યું હતું કે, “એકવાર મને ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે, મેં અમેરિકા ઈમિગ્રેશનમાં ફરિયાદ નોંધાવીહતી.” ત્યારે સીઝેને જણાવ્યું હતું કે દૂરના સંબંધીઓ છે અને તે આવા ‘ઓબ્સેસિવ’ લોકોને અવગણવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કોરોના વેક્સિન કોવોવેક્સ અને કોર્બેવેક્સના ઇમરજન્સી ઉપયોગની કરી ભલામણ