Gurmeet Chaudhary Video: પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય ઘણી વખત પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહેનાર એક્ટર ગુરમીત ચૌધરી (Gurmeet Chaudhary) ફરી એકવાર ચર્ચામાં છે. ગુરમીતે કંઈક એવું કર્યું છે જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર એક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુરમીત એક વ્યક્તિને સીપીઆર આપતો જોવા મળી રહ્યો છે. ગુરમીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
(VC: manav manglani instagram)
સોશિયલ મીડિયા પર ગુરમીત ચૌધરીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તાના કિનારે જમીન પર બેભાન અવસ્થામાં જોવા મળે છે અને એક્ટર ગુરમીત ચૌધરી તેની મદદ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં જોવા મળે છે કે મુંબઈના રસ્તાઓ પર ગુરમીત અજાણ્યા વ્યક્તિને સીપીઆર આપી રહ્યો છે અને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમય દરમિયાન ગુરમીત તરત જ ડોક્ટરને બોલાવવાની વાત પણ કરે છે અને અંતે તે વ્યક્તિને અન્ય લોકોની મદદથી હોસ્પિટલ મોકલે છે. ગુરમીતના આ પ્રયાસના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે અને બધા તેને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગુરમીત ચૌધરી ટીવીની દુનિયામાં સારું નામ છે અને તેને ઘણા શોથી ફેન્સનું દિલ જીતી લીધું છે. ગુરમીતે ટીવી શો ‘રામાયણ’માં શ્રી રામનું પાત્ર ભજવીને દરેક ઘરમાં સ્થાન મેળવ્યું હતું. આ પછી તેને ‘ગીત હુઈ સબસે પરાઈ’માં માન સિંહ ખુરાનાનો રોલ પ્લે કર્યો હતો. ગુરમીત ચૌધરી કૃતિકા સેંગર સાથે ‘પુનર્વિવાહ’માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય ગુરમીત રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 5’, ‘નચ બલિયે 6’ અને ‘ખતરોં કે ખિલાડી 5’નો પણ ભાગ રહી ચૂક્યો છે.
આ પણ વાંચો: સંજય દત્ત જેલમાં શું કરતો હતો, બહાર આવ્યાના વર્ષો પછી કર્યો ખુલાસો