એક એપિસોડમાં સ્પર્ધક અરુણાની તરફેણ કરવા બદલ માસ્ટરશેફ ઈન્ડિયાના જજની લોકો દ્વારા ટીકા થઈ રહી છે. શોના જજોઓ સ્પર્ધક અરુણાને માછલીને બદલે પનીર સાથે રસોઈ કરવાનો વિકલ્પ આપ્યો કારણ કે, તે શાકાહારી છે. માસ્ટરશેફ ઇન્ડિયાના આ એપિસોડ પછી, લોકોએ તેમની પ્રતિક્રિયા આપતા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આ એપિસોડમાં, જજ અને શેફ ગરિમા અરોરા, રણવીર બ્રાર અને વિકાસ ખન્નાએ સ્પર્ધક અરુણાને શાકાહારી પ્રોટીન પસંદ કરવાની પસંદગી આપી હતી.
આવી સ્થિતિમાં શોના જજે અરુણાને માછલીને બદલે પનીર પસંદ કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ચાહકોના મતે, શોમાં કેટલાક સ્પર્ધકો પ્રત્યે પક્ષપાત છે.
એક યુઝરે ટ્વિટર દ્વારા લખ્યું, @SonyTV અરુણાને તેની પસંદગીનું પ્રોટીન પસંદ કરવા દેવા માટે પરવાનગી આપવામાં આવી કારણ કે તે શાકાહારી છે. માસ્ટરશેફની અન્ય સિઝનમાં આવો પક્ષપાત ક્યારેય થયો નથી. જો તે નોન-વેજ ફૂડ રાંધી શકતી નથી અથવા તેના કમ્ફર્ટ ઝોનની બહાર છે, તો તેણે શો છોડી દેવો જોઈએ. #MasterChef India.
Homecooks aaj ki special dishes banayenge ek shaandar Organic Farm mein, unki dishes ko chaar chaand lagenge Organic Ingredients se! 🤩
Dekhiye #MasterChefIndia, aaj raat 9 baje, sirf #SonyEntertainmentTelevision aur #SonyLIV par. pic.twitter.com/fr7AarnMIA
— sonytv (@SonyTV) February 20, 2023
એક ચાહકે લખ્યું, “@SonyTV દ્વારા પક્ષપાતની હદ છે. જજોએ અરુણાને તેની પસંદગીનું પ્રોટીન પસંદ કરવાની મંજૂરી આપી કારણ કે તે શાકાહારી છે.” બીજી તરફ અન્ય કોઈએ આ વાતની તુલના ઓસ્ટ્રેલિયાના માસ્ટરશેફ સાથે કરી અને કહ્યું કે આવો જ મામલો ત્યાં પણ બન્યો હતો પરંતુ ત્યાંના ભારતીય સ્પર્ધકે બીફ બનાવ્યું હતું.
આ દરમિયાન અરુણાને પનીર સાથે રસોઈ કરવાનો વિકલ્પ મળે છે.” જ્યારે અન્યને સ્પર્ધકોને પસંદગીના પ્રોટીન સાથે રસોઇ કરવી પડી હતી.#MasterChefIndia.
કેટલાક લોકોએ ટ્વિટ કર્યું કે, જજ અરુણા અને અન્ય સ્પર્ધક ગુરકીરત પ્રત્યે પક્ષપાતી છે. આ સીઝનનો માસ્ટરશેફ ઈન્ડિયા ફિક્સ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એવું લાગે છે કે, અરુણા અને ગુરકીરતની તરફેણ કરવામાં આવી રહી છે અને કોણ જાણે છે, બિગ બોસની જેમ, અહીં પણ તેમાંથી કોઈ એકને જીત અપાઈ શકે છે.
અન્ય સ્પર્ધકોને આ સ્વતંત્રતા મળતી નથી