ટીવીની સંસ્કારી વહુએ શાનદાર અંદાજમાં રસ્તા પર ચલાવી બાઈક, જુઓ Viral Video

નાના પડદાની જાણીતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. દિવ્યાંકા ત્રિપાઠી સ્ટાર પ્લસની સીરિયલ 'યે હૈ મોહબ્બતેં'માં જોવા મળી હતી. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટીવીની સંસ્કારી વહુએ શાનદાર અંદાજમાં રસ્તા પર ચલાવી બાઈક, જુઓ Viral Video
Divyanka Tripathi
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 03, 2023 | 5:05 PM

નાના પડદાની જાણીતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. એક્ટ્રેસ લગ્ન બાદ નાના પડદા પર ખૂબ જ ઓછી એક્ટિવ રહી છે. દિવ્યાંકા ત્રિપાઠી સ્ટાર પ્લસની સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં જોવા મળી હતી. તેમની આ સિરિયલ ઘણી હિટ રહી હતી. પરંતુ દિવ્યાંકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પતિ વિવેક સાથે તેની તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિવ્યાંકાએ ખરીદી નવી બાઈક

દિવ્યાંકા ત્રિપાઠી તેની પર્સનલ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે. પરંતુ રિયલ લાઈફમાં દિવ્યાંકા ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અને કેટલીક તસવીરો દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં જ દિવ્યાંકાએ પોતાના માટે એક નવી બાઈક ખરીદી છે.

દિવ્યાંકાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને આવી પસંદ

જેની જાણકારી તેણે પોતે બધાની સાથે શેયર કરી છે. હવે બાઈક લીધા બાદ તે ચલાવવા માટે પણ ખૂબ જ એક્સાઈટેડ હતી. એક્ટ્રેસની લેટેસ્ટ પોસ્ટમાં બે તસવીરો પણ છે. જેમાંથી એક તસવીરમાં તે તેના પતિ સાથે હાઈફાઈ કરતી જોવા મળે છે. બીજી તસવીરમાં, વિવેક અને દિવ્યાંકા બાઈક રાઈડ માટે રેડી જોવા મળે છે. લાસ્ટમાં બંને બાઈક ચલાવતા જોવા મળે છે. દિવ્યાંકાની આ બોલ્ડ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Nagin 6 : તેજસ્વી પ્રકાશના ફેન્સને ફરી એકવાર મળ્યા સારા સમાચાર, નાગીનને મળ્યું એક મહિનાનું એક્સટેન્શન

આ પોસ્ટને શેયર કરતા દિવ્યાંકાએ કેપ્શનમાં લખ્યું છે, રાઈડ ટુગેધર, સ્ટે ટુગેધર. તમને જણાવી દઈએ કે દિવ્યાંકાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેના બોલ્ડ સ્ટાઈલ માટે માત્ર ફેન્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે. એક્ટ્રેસ તેના સ્વીટ નેચર માટે પણ જાણીતી છે.

Published On - 5:05 pm, Fri, 3 February 23