લગ્નના 5 વર્ષ બાદ દીપિકાએ પ્રેગ્નન્સીની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર શેયર કરી પોસ્ટ

|

Jan 22, 2023 | 4:12 PM

ઘણા સેલેબ્સ પણ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગૌહર ખાન, ચારુ આસોપા, જસલીન મથારુ સહિતના ફેન્સ પણ આ કપલને લઈને ખુશ છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી દીપિકા પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ એક્ટ્રેસ આ સવાલ પર જવાબ આપતી ન હતી.

લગ્નના 5 વર્ષ બાદ દીપિકાએ પ્રેગ્નન્સીની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર શેયર કરી પોસ્ટ
Dipika Kakkar - Shoaib Ibrahim

Follow us on

Dipika Kakar Ibrahim Pregnancy: ટીવીની દુનિયાના પાવર કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ તરફથી ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કપલે હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી શેયર કરી છે. ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળેલી દીપિકા કક્કર માતા બનવાની છે. દીપિકાના પતિ શોએબે તેની સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે અને આ ખુશખબર તેના ફેન્સ સાથે શેયર કરી છે. ત્યારથી આ કપલને ફેન્સ તરફથી અભિનંદન મળી રહ્યા છે.

કપલે શેયર કરી પોસ્ટ

શોએબે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. આ ફોટોમાં કપલ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહ્યું છે. બંનેએ એક કેપ પહેરી છે. આ કેપ પર મોમ ટૂ બી અને ડેડ ટૂ બી લખેલું છે. આ ફોટામાં બંને સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. ફોટો સાથે કેપ્શનમાં લખ્યું – અમે તમને અમારા દિલની વાત જણાવતા ખુશી, એક્સાઈટમેન્ટ અને નર્વસનેસ થઈ રહી છે કે આ અમારા જીવનનો સૌથી સુંદર ફેઝ છે. હા, હું માતા બનવાની છું. ટૂંક સમયમાં અમે અમારા પેરેન્ટહુડની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ❤️❤️❤️ અલ્હમ્દુલિલ્લાહ. 🤲 અમારા લિટલ વન માટે તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કર્યું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ

શોએબ અને દીપિકા બંનેએ એક જ પોસ્ટ શેયર કરી છે, જેના પછી તરત જ કપલને ફેન્સ અભિનંદન પાઠવી રહ્યા છે. ઘણા સેલેબ્સ પણ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગૌહર ખાન, ચારુ આસોપા, જસલીન મથારુ સહિતના ફેન્સ પણ આ કપલને લઈને ખુશ છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી દીપિકા પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ એક્ટ્રેસ આ સવાલ પર જવાબ આપતી ન હતી. હવે કપલ તરફથી પેરેન્ટહુડને લઈને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Bigg Boss 16 : કેપ્ટનશિપ માટે ઝઘડો, શિવ અને નિમ્રિત વચ્ચે થઈ ટક્કર

તમને જણાવી દઈએ કે દીપિકા અને શોએબ ટીવી ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સને તેમની પર્સનલ લાઈફ વિશે અપડેટ રાખે છે. બંને એકબીજાને ફુલ સપોર્ટ કરે છે અને તેમના સુંદર બોન્ડિંગથી ફેન્સનું દિલ જીતી લે છે.

Next Article