Viral Video: લોકોને ‘સીતા’નો મોડર્ન લુક પસંદ ન આવ્યો, વીડિયો જોયા બાદ યુઝર્સ થયા ગુસ્સે

|

Feb 04, 2023 | 6:17 PM

એક્ટ્રેસ દીપિકા ચીખલિયા (Dipika Chikhlia) રામાનંદ સાગરની રામાયણથી પ્રખ્યાત થઈ. એક્ટ્રેસે ધાર્મિક સિરિયલમાં માતા સીતાનું પાત્ર ભજવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. લોકો તેમને સીતા માતા તરીકે પૂજે છે.

Viral Video: લોકોને સીતાનો મોડર્ન લુક પસંદ ન આવ્યો, વીડિયો જોયા બાદ યુઝર્સ થયા ગુસ્સે
Dipika Chikhlia

Follow us on

રામાનંદ સાગરની ‘રામાયણ’માં માતા સીતાનું પાત્ર ભજવીને દીપિકાએ ટીવી પર હંમેશા માટે પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે. આજે ભલે એક્ટ્રેસને ‘માતા સીતા’ની ભૂમિકા ભજવ્યાને વર્ષો થઈ ગયા હોય, પરંતુ આજે પણ ફેન્સ દીપિકા ચીખલિયાને માતા સીતા તરીકે પૂજે છે. આવી સ્થિતિમાં દીપિકાએ પોતાની પર્સનલ લાઈફમાં પણ ખૂબ કાળજી રાખવી પડે છે. સોશિયલ મીડિયા પર કંઇક પોસ્ટ કરતા પહેલા પણ તેમને ઘણી વાર વિચારવું પડે છે.

એક્ટ્રેસ દીપિકા ચિખલિયા એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેયર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ દરમિયાન દીપિકાએ તેનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જે તેના ફેન્સને બિલકુલ પસંદ નથી આવી રહ્યો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે. તેમાં તે એક મોર્ડન ડ્રેસમાં જોવા મળી હતી. આ સિવાય તેણીએ તેના ડ્રેસને ફ્લોન્ટ કર્યો. દીપિકાનો આ વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને તેના આઉટફિટ માટે ટ્રોલ કરી હતી.

ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ

આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં કેટલાક યુઝર્સે દીપિકાને બ્યુટીફુલ અને ગોર્જિયસ કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘મતિ મારી જવી આને કહેવાય જય શ્રી રામ’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘અમે તમને અલગ જ રૂપમાં જોયા હતા, પરંતુ શું તમે કંઈક બીજા જ છો.’ અન્ય ઘણા લોકોએ પણ દીપિકાને વેસ્ટર્ન કપડાને સીતા માતાની છબીને ખરાબ ન કરવા વિશે લખ્યું હતું.

આ પણ વાંચો : TMKOC : શું તારક મહેતા ફેમ શૈલેશ લોઢાએ સંસારમાંથી સન્યાસ લીધો? એક્ટર થયા ધ્યાનમાં મગ્ન, તસ્વીર જોઈને ફેન્સ થયા હેરાન

આ વીડિયોમાં દીપિકાએ બ્લુ કલરની વન પીસ ડ્રેસ પહેર્યો હતો. દીપિકાએ આ ડ્રેસ સાથે હીલ્સ પહેરી હતી અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. દીપિકા આ ​​ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે ‘રામાયણ’ આજે પણ દર્શકોનો ફેવરિટ શો છે. આ શો સાથે લોકોની ઘણી લાગણીઓ જોડાયેલી છે. આ એક એવો શો છે, જે આજે પણ દરેક લોકો જોવાનું પસંદ કરે છે. આ શોમાં કામ કરી ચૂકેલા તમામ પાત્રો આજે પણ દર્શકોમાં ચર્ચામાં છે.

Next Article