ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબીનાએ (Debina Bonnerjee) લાંબી રાહ જોયા બાદ તેમની પુત્રી લિયાનાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ગુરમીત અને દેબીના હાલમાં તેમના પેરેન્ટહુડ એન્જોય કરી રહ્યા છે. વર્ષોની રાહ બાદ પુત્રીના જન્મથી પતિ-પત્ની બંને ખૂબ જ ખુશ છે. ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) એક જાણીતો ટીવી એક્ટર છે, તેણે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તો દેબીના પણ ટીવીનો ફેમસ ફેસ છે. એક્ટ્રેસ હોવાની સાથે સાથે દેબીના એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. યુટ્યુબના બ્લોગમાં દેબીનાએ પોતાની પ્રેગ્નન્સીની જર્ની શેર કરતાં જણાવ્યું કે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ છે.
આ કપલનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ તેમના પરિવારની સુંદર તસવીરોથી ભરેલું છે. દેબીના અને ગુરમીતે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને લગ્નના 11 વર્ષ બાદ ફેબ્રુઆરી 2022માં દેબીનાએ પોતાની પ્રેગ્નન્સી ન્યુઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પોસ્ટના બે મહિના પછી એટલે કે 3જી એપ્રિલે જ્યારે પુત્રીનો જન્મ થયો અને ત્યારથી ગુરમીત અને દેબીનાના ફેન્સ તેમની પુત્રીનો ફેસ જોવા માંગતા હતા. હવે આ બંને લવ બર્ડ્સે તેમની 3 મહિનાની પુત્રી લિયાનાને સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે પરિચય કરાવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર તેણે એક ફેમિલી પિક્ચર મૂક્યો જેમાં ગુરમીત તેની પુત્રીને કિસ કરતો જોવા મળી રહ્યો છે, ફેમિલીના વ્હાઈટ ટ્યુનિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ ફોટામાં ગુરમીત અને દેબીના કરતા તેમની પુત્રીને સૌથી વધુ પ્રેમ મળી રહ્યો છે. સફેદ ફ્રોક અને લેસ હેરબેન્ડમાં લિયાના ખૂબ જ સુંદર લાગી રહી છે.
દેબિના અને ગુરમીતે લિયાનાના ફોટોને કેપ્શન આપતા લખ્યું, “ઈન્ટ્રોડ્યુસિંગ લિયાના, અમારા દિલ એક થઈ ગયા છે. અમે ઈમોશનથી ભરપૂર છીએ, એ જાણીને આનંદ થયો કે અમે એક સુંદર કોમ્યુનિટીનો ભાગ છીએ જ્યાં ઘણા સારા લોકો છે, જેમણે અમારા માટે પ્રાર્થના કરી અને જેઓ લાંબા સમયથી અમારી પુત્રીને જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.” ફેન્સ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. માત્ર ફેન્સ જ નહીં પરંતુ કપલના માહી વિજ જેવા ઘણા સેલિબ્રિટી દોસ્ત પણ આ ફોટો પર કોમેન્ટ કરીને લિયાના પર પ્રેમ વરસાવી રહ્યા છે.