ડાન્સ દિવાને જૂનિયરનો આજે ગ્રાન્ડ ફિનાલેને લઈ ચાહકો ખુબ એક્સાઈટેડ , જાણો Grand Finale ક્યાં જોઈ શકશો

ડાન્સ દિવાને જૂનિયરનો આજે ગ્રાન્ડ ફિનાલે (Dance Deewane Jr Grand Finale)ને લઈ ચાહકો ખુબ એક્સાઈટેડ છે. આ ડાન્સના જશ્નમાં મિસ્ટર આમિર ખાન પણ સામેલ થવાના છે

ડાન્સ દિવાને જૂનિયરનો આજે ગ્રાન્ડ ફિનાલેને લઈ ચાહકો ખુબ એક્સાઈટેડ , જાણો Grand Finale ક્યાં જોઈ શકશો
આજે ગ્રાન્ડ ફિનાલેમાં ડાન્સ દીવાને જુનિયરનો ધમાકો થશે, કોણ થશે વિજેતા
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:39 PM

Dance Deewane Jr Grand Finale : ડાન્સ દિવાને જૂનિયર (Dance Deewane Jr) સીઝન 1ને પોતાના પહેલા 4 ફાઈનલિસ્ટ મળી ચૂક્યા છે. ત્યારે આદિત્ય પાટિલ અને તુષાર શેટ્ટી તેમજ અન્ય સ્ટાર આજે એટલે કે 17 જુનના રોજ એકબીજાને ટક્કર આપતા જોવા મળશે. આ તકે બોલિવુડ સ્ટાર આમિર ખાન (Aamir Khan)પણ ફિનાલેમાં સામેલ થવાનો છે, ડાન્સ દિવાનેનો આ પળ ખુબ શાનદાર રહેશે કારણ કે આજે કર્લર્સ ટીવીના તમામ શોના લીડ સ્ટાર આ જશ્નમાં સામેલ થવાના છે.બિગ બોસ 15ની લવ બર્ડસ જોડી તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા પણ ડાન્સ દિવાનેના ગ્રાન્ડ ફિનાલે શૌ હોસ્ટ કરશે.

આ દરમિયાન આમિર ખાનને કલર્સ ટીવીની વહુઓ સાથે પાણી પુરીનો સ્વાદ લેતા જોઈ શકશું, નીતુ કપુરની સાથે આમિર ખાન ડાન્સ દિવાનેમાં આકર્ષણ ચેહરો રહેશે.

 

 

ક્યાં જોઈ શકશો ડાન્સ દિવાને જૂનિયરનો ગ્રાન્ડ ફિનાલે

કલર્સ ટીવી અથવા ઓફિશિયલ ઓટીટી પ્લેટફોર્મ વુટ સિલેક્ટ પર ડાન્સ દિવાને જૂનિયરનો ગ્રાન્ડ ફિનાલે જોઈ શકશો. આ સિવાય જીઓ ટીવી પર પણ આ શો જોઈ શકશો. કલર્સ ટીવી પર રાત્રે 10 30 કલાકે આ શો શરુ થશે.

 

 

શોના કેપ્ટન વચ્ચે થશે મુકાબલો

 

 

ડાન્સ દિવાને જૂનિયરમાં સામેલ બાળકોને ત્રણ કેપ્ટનો ટ્રેનિંગ આપી છે. આ કેપ્ટનમાં મશહુર કોરિયોગ્રાફર તુષાર શેટ્ટી, પ્રતિક ઉતેકર અને સોનાલી કરનું નામ સામેલ છે. સોનાલી કર અને તુષાર શેટ્ટી આ પહેલા પણ સોની ટીવીના સુપર ડાન્સરનો ભાગ રહ્યા હતા. તુષાર સુપર ડાન્સ સીઝન 4નો વિનિંગ કોરિયોગ્રાફર છે અને તેની ઓલ સ્ટાર ટીમ આ ડાન્સ દિવાને જૂનિયરની પસંદગીની ટીમ છે, સોનાલી કર ગીત બગ્ગાની કોરિયોગ્રાફર છે. તો પ્રતિકના 2 કંટેસ્ટન્ટ આ વખતે કોમ્પિટિશનમાં છે પરંતુ આ સ્પર્ધા મનોરંજનથી ભરપુર હશે,