રાજુ શ્રીવાસ્તવને એક મહિનામાં ચાર વખત તાવ આવ્યો, વેન્ટિલેટર હટાવવામાં આવ્યું નથી

|

Sep 11, 2022 | 9:38 AM

રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMS હોસ્પિટલના ICU વોર્ડમાં 30 દિવસથી સારવાર ચાલી રહી છે. ઘણી વખત કહેવામાં આવ્યું છે કે વેન્ટિલેટર હટાવવામાં આવશે.

રાજુ શ્રીવાસ્તવને એક મહિનામાં ચાર વખત તાવ આવ્યો, વેન્ટિલેટર હટાવવામાં આવ્યું નથી
રાજુ શ્રીવાસ્તવને એક મહિનામાં ચાર વખત તાવ આવ્યો
Image Credit source: Instagram

Follow us on

Raju Srivastava : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava ) ના સ્વાસ્થને લઈ તેનો પરિવાર અને ચાહકો ચિંતિત છે. તેના સ્વાસ્થમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા એક મહિનાથી દિલ્હીની એમ્સ હોસ્પિટલ (Delhi AIIMS Hospital ) માં દાખલ છે અને 30 દિવસ બાદ પણ તેને હોશ આવ્યો નથી તેમજ તેનું વેન્ટિલેટર પણ દુર કરાયું નથી. રાહતની વાત એ છે કે, તેનું બીપી, ઓક્સિજન લેવલ બોડીનું મુવમેન્ટ નોર્મલ છે.

શત્રુઘ્ન સિંહાએ પણ તેની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી

અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ તેની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફિલ્મ જગતના કલાકારો પણ તેના સ્વાસ્થને લઈ ચિંતિત છે. બોલિવુડ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ તેની તબિયત અંગે ટ્વિટ કરી લખ્યું કે,કોમેડી કિંગ, સારા વ્યક્તિ #RajuSrivastavaને લઈ ચિતિંત છીએ.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

પીએમ મોદી અને યોગી આદિત્યનાથ પણ ચિંતિત

રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બંન્ને ચિંતિત છે.મીડિયા રિપોર્ટ મુજબ રાજુની પત્ની શિખા સાથે ફોન પર વાત કરી હતી. આ સિવાય સીએમ યોગી આદિત્યનાથે રાજુ ના સ્વાસ્થ માટે મોનિટરિંગ માટે ઓએસડી પણ તૈનાત છે.

મગજના ઉપરના ભાગ સુધી ઓક્સિજનનો પહોંચતો નથી

ડોક્ટરનું કહેવું છે કે, રાજુ શ્રીવાસ્તવને હોશ આવી રહ્યો નથી કારણ કે, તેના મગજના ઉપરના ભાગ સુધી ઓક્સિજન પહોંચતો નથી.

છેલ્લા 30 દિવસથી એમ્સમાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલી રહી છે

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દિલ્હીની એમ્સ હોસ્પિટલના ICU વોર્ડમાં 30 દિવસથી સારવાર લઈ રહ્યા છે. ઘણી વખત કહેવામાં આવ્યું છે કે, વેન્ટિલેટર હટાવવામાં આવશે. જોકે, વારંવાર તાવ આવતાં રાજુનો વેન્ટિલેટર દુર કરી શકાયું નથી. છેલ્લા એક મહિનામાં રાજુ શ્રીવાસ્તવને 4 વખત તાવ આવ્યો છે.

રાજુ શ્રીવાસ્તવના સલાહકારે મંદિરમાં પૂજા કરી

રાજુ શ્રીવાસ્તવની તબિયત સુધરે તે માટે તેના ચાહકો અને તેનો પરિવાર સતત પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મુખ્ય સલાહકાર અજિત સક્સેનાએ તાજેતરમાં કાનપુરના મંદિર ખાતે તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Next Article