Cute Video: મમ્મી નહીં… ભારતી સિંહના બેબી બોયે પહેલીવાર લીધું આ નામ, વીડિયો થયો વાયરલ

ભારતી સિંહના (Bharti Singh) બેબી બોય ગોલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોતાના નિષ્ફળ પ્રયાસ પછી ગોલાએ પહેલો શબ્દ બોલ્યો. ચાલો જાણીયે મમ્મી નહીં તો પહેલું નામ કોનું લીધું ગોલાએ.

Cute Video: મમ્મી નહીં... ભારતી સિંહના બેબી બોયે પહેલીવાર લીધું આ નામ, વીડિયો થયો વાયરલ
Bharti Singh and Harsh Limbachiyaa Baby Boy
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 10, 2023 | 8:19 PM

ટીવી લાફ્ટર ક્વીન ભારતી સિંહ પોતાની ડિલિવરી બાદ સતત ચર્ચામાં રહે છે. ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા અવારનવાર તેમના બેબી બોય સાથે તસવીરો અને વીડિયો શેયર કરે છે. હાલમાં જ ભારતીના ગોલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગોલા બોલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક બાળકની જેમ ગોલા ઉર્ફે લક્ષ્યે તેની મમ્મીની જગ્યાએ પહેલી વખત કોનું નામ લીધું? ચાલો જાણીએ.

ભારતી સોશિયલ મીડિયા પર ગોલાની સુંદર તસવીરો અને વીડિયો શેયર કરે છે. ફેન્સ પણ તેને હંમેશા રિક્વેટ કરે છે કે તેના પુત્રના અપડેટ્સ શેયર રહે. નવા વીડિયોમાં ગોલા પોતાનો પહેલો શબ્દ બોલતો જોવા મળી રહ્યો છે. હર્ષ લિમ્બાચિયાએ ગોલાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કર્યો છે. વીડિયોમાં ભારતી સિંહે ગોલાને ખોળામાં લીધો છે, જ્યારે હર્ષ વીડિયો બનાવી રહ્યો છે.

ગોલાની ક્યૂટનેસ પર ફિદા થયા ફેન્સ

આ વીડિયોમાં ગોલાની ક્યૂટનેસથી ફરી એક વખત ફેન્સ ફિદા થઈ ગયા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગોલાના બોલવાના પ્રયાસોને લોકો પસંદ કરી રહ્યા છે. જેમ તમે જોઈ શકો છો, પુત્રને બોલાવવાનો પ્રયાસ કરતી વખતે ભારતી કહે છે, “મમ્મા-પપ્પા.” થોડી મહેનત પછી ગોલા મમ્મા નહીં, પપ્પા કહેતો જોવા મળે છે. પપ્પા એક વાર નહીં પણ ઘણી વાર પાપા બોલી રહ્યો છે. પુત્રના મોઢેથી પહેલો શબ્દ સાંભળીને પપ્પા, હર્ષ પણ આનંદથી ઝૂમી ઉઠે છે અને કહેવા માંડે છે, પપ્પા બોલ દિયા, પપ્પા બોલ દિયા.

3 એપ્રિલે કર્યું હતું ગોલાનું વેલકમ

તમને જણાવી દઈએ કે હાલમાં જ ગોલાએ તેના નવ મહિના પૂરા કર્યા છે. તેનો 9 મહિનાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો, જેની તસવીરો ભારતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. ભારતી અને હર્ષ ‘કોમેડી સર્કસ’ના મંચ પર મળ્યા હતા. બંનેએ વર્ષ 2011માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2017માં લગ્ન કરી લીધા હતા. આ પછી ગયા વર્ષે 3 એપ્રિલના રોજ બંનેએ તેમના પહેલા બાળકનું વેલકમ કર્યું હતું.