Bigg Boss OTT 2 : સલમાન ખાને વિકેન્ડ કા વારમાં મનીષા રાની અને જિયા શંકરનો ક્લાસ લીધો , જુઓ Video

વિકેન્ડ કા વારમાં સ્પર્ધકોને ઠપકો આપવો એ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન માટે રૂટીન બની ગયો છે. આ વખતે સલમાનના નિશાને જીયા શંકર હતી,

Bigg Boss OTT 2 :  સલમાન ખાને વિકેન્ડ કા વારમાં મનીષા રાની અને જિયા શંકરનો ક્લાસ લીધો , જુઓ Video
| Edited By: | Updated on: Jul 23, 2023 | 11:56 AM

Bigg Boss OTT 2 : બિગ બોસ ઓટીટી હાલમાં તેની ટોચ પર છે. એલ્વિશ યાદવના આગમન બાદ પણ શોમાં માહોલ છવાયેલો છે. અવિનાશ સચદેવ સિવાય, તે બાકીના સ્પર્ધકોનો આનંદ લેવાનું છોડતો નથી. એટલા માટે બિગ બોસના ઘરમાં તેને પસંદ કરનારા લોકો ધણા ઓછા નથી. એલ્વિશ રમત રમી રહ્યા છે અને તેમની પોતાની રીતે ડીલ કરી રહ્યો છે.

આ પણ વાંચો : જ્યારે શાહરૂખ પોતાના પુત્રને શીખવી રહ્યો હતો આ ટ્રીક, તો કંઈ વાત પર આવ્યો ગુસ્સો? જુઓ Viral Video

હાલના વીકેન્ડ કા વારનો સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે શોની સ્પર્ધક જિયા શંકરને ક્લાસ લેતો જોવા મળે છે. આ દરમિયાન તે સાબુના મુદ્દે જિયા શંકર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. પરંતુ જિયાની આ હરકતો સલમાન ખાનને વધુ ચિડાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સલમાન ખાન જિયાને ઠપકો આપી રહ્યો છે અને તે હસતી જોવા મળી રહી છે.

 

( instagram :officialjiocinema)

સલમાન ખાને જિયા સાથે વાત કરતા કહ્યું કે, જિયા પાણી પીવડાવવું પુણ્યનું કામ માનવામાં આવે છે. પરંતુ તે પાણીમાં સાબુ મિક્સ કર્યો છે. ત્યારબાદ જિયા પોતાની સ્પષ્ટતા કરે છે અને કહે છે કે, તે બેવફુક હતી એટલે આવું કર્યું, જેના પર સલમાન ખાન કહે છે જુઓ દાંત દેખાડીને કોઈ પણ માફી માંગી શકે છે. ત્યારબાદ સલમાન ઘરના સભ્યોનો ક્લાસ લે છે અને કહે છે જિયાને રોકી પણ નહિ અને સમજાવી પણ નહીં.

આ સ્પર્ધકોએ ભાગ લીધો

બિગ બોસ ઓટીટીની વાત કરીએ તો પહેલીવાર સલમાન ખાન આ શોને હોસ્ટ કરતો જોવા મળી રહ્યો છે. તેના પહેલા ભાગમાં, કરણ જોહર હોસ્ટ બન્યો હતો અને તે દરમિયાન શો વિશે બહુ ચર્ચા નહોતી થઈ. પરંતુ આ વખતે ફેન્સ સલમાન ખાનના આ શોને ખૂબ એન્જોય કરી રહ્યા છે. ફલક નાઝ, મનીષા રાની, પૂજા ભટ્ટ, એલ્વિશ યાદવ, અવિનાશ સચદેવ અને જેડી હદીદ જેવા સ્ટાર્સ આ શોનો ભાગ બન્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો