Tv9 Exclusive: બિગ બોસ 16 પહેલા શરૂ થશે આ શો, જાણો ક્યારે શરૂ થઈ શકે છે સલમાન ખાનનો ‘રિયાલિટી’ ડ્રામા

બિગ બોસ 16ને (Bigg Boss 16) લઈને ઘણા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શિવાંગી જોશીથી લઈને ગશ્મીર મહાજન સુધીના ઘણા સેલિબ્રિટી આ શોમાં સામેલ શકે છે.

Tv9 Exclusive: બિગ બોસ 16 પહેલા શરૂ થશે આ શો, જાણો ક્યારે શરૂ થઈ શકે છે સલમાન ખાનનો રિયાલિટી ડ્રામા
Salman khan
| Edited By: | Updated on: Jul 13, 2022 | 6:36 PM

ટીવીના સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 16ની (Bigg Boss 16) ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સલમાન ખાનનો આ શો એક-બે અઠવાડિયા માટે ડિલે થઈ શકે છે. બિગ બોસ 16 પહેલા બિગ બોસ મરાઠી ઓન એર થશે અને બિગ બોસ મરાઠી દરમિયાન બિગ બોસ ઓટીટી શરૂ થશે અને આ બંને શોના પૂરા થયા પછી બિગ બોસ 16ની શરૂઆત થઈ શકે છે. રોહિત શેટ્ટીની ખતરો કે ખિલાડી 12ને સલમાન ખાનનું (Salman Khan) બિગ બોસ 16 રિપ્લેસ કરતું જોવા મળશે. આ દરમિયાન ઝલક દિખલા જાની પણ કલર્સ ટીવીએ તૈયારી શરૂ કરી દીધી છે.

ઘણા મોટા નામ આ શોનો હશે ભાગ

હંમેશાની જેમ આ વર્ષે પણ બિગ બોસમાં એન્ટ્રી લેવા માટે ટીવીની દુનિયાના ઘણા મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. એક્ટર ગશ્મીર મહાજન, દિવ્યાંકા ત્રિપાઠી, મુનવ્વર ફારૂકી, શિવાંગી જોશી, માહી વિજ સહિત ઘણી વધુ જાણીતી સેલિબ્રિટીઓનો શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કેટલાક કન્ટેસ્ટેન્ટના નામ ફાઈનલ થયા નથી.

આ પણ વાંચો

અહીં જુઓ બિગ બોસની પાછલી સિઝનના કેટલાક વીડિયો

રદ થશે બિગ બોસ ઓટીટી?

બિગ બોસ ઓટીટી વિશે વાત કરીએ તો બિગ બોસ ઓટીટી સીઝન 1 ફિલ્મમેકર કરણ જોહરે હોસ્ટ કર્યું હતું, આ શોની વિનર હતી એમટીવી સ્પ્લિટ્સવિલા ફેમ દિવ્યા અગ્રવાલ. સમાચાર એવા હતા કે આ વર્ષે બિગ બોસ ઓટીટીની સીઝન 2 લાવવામાં આવશે, પરંતુ નવા રિપોર્ટ મુજબ ફેન્સને હજુ પણ બિગ બોસ ઓટીટી 2 માટે રાહ જોવી પડશે. આ શોના કન્ટેસ્ટેન્ટ વિશે વાત કરીએ તો બડે અચ્છે લગતે હૈ ફેમ મોહિત મલ્હોત્રાનો નવી સીઝન માટે સંપર્ક કરવામાં આવ્યો છે, અન્ય કન્ટેસ્ટેન્ટમાં પૂજા ગૌર, કાંચી સિંહ, અને મહેશ શેટ્ટી અને સંભાવના સેઠનો સામેલ છે. આ શો એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર હશે.

સપ્ટેમ્બરમાં સલમાન કરી શકે છે બિગ બોસ 16નો પ્રોમો શૂટ

થોડા સમય પહેલા બિગ બોસ ઓટીટી 2ને રદ કરવાના સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ આ વિશે કોઈ ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં મુંબઈના ફિલ્મ સિટીમાં બિગ બોસના બે સેટ બનાવવામાં આવી રહ્યા છે. આ બે સેટમાંથી એક સેટ મરાઠી બિગ બોસનો હશે અને બીજો સેટ સલમાન ખાનનો. પરંતુ હજુ સુધી તેનું કન્સ્ટ્રક્શન પૂરું કરવામાં દોઢ મહિના જેટલો સમય લાગી શકે છે, ઉમંગ કુમાર અને તેમની ટીમ આ બંને પ્રોજેક્ટ પર સખત મહેનત કરી રહી છે. સપ્ટેમ્બરમાં સલમાન ખાન બિગ બોસ 16નો પ્રોમો શૂટ કરી શકે છે.