બિગ બોસ ઓટીટી 3માં અનિલ કપુરે વીક એન્ડ કા વારમાં યુટ્યુબર અરમાન મલિકની પહેલી પત્ની પાયલે પણ થપ્પડકાંડ પર વાત કરી છે. તેમણે કહ્યું કે, વિશાલ પાંડે અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકને લઈ ખોટી વાત કરી હતી. વિશાલે કૃતિકાને જોઈ પોતાના મિત્ર લવકેશ કટારિયાના કાનમાં કહ્યું હતુ કે, કૃતિકા મલિક સારી લાગે છે.અરમાન અને કૃતિકા બંન્ને આ વાતથી અજાણ હતા. પાયલના ખુલાસા બાદ અરમાને વિશાલને થપ્પડ મારી હતી.
બિગ બોસના ઘરમાં જો કોઈ સ્પર્ધક અન્ય સ્પર્ધકને થપ્પડ મારે છે તો તેને હિંસા કહેવામાં આવે છે અને બિગ બોસના નિયમ મુજબ હિંસા કરનારને ઘરની બહાર કરી દેવામાં આવે છે. બિગ બોસ 17માં અભિષેક કુમાર પર હાથ ઉઠાવવાને કારણે તહલકા બિગ બોસમાંથી બહાર થયો હતો. આ કારણે અરમાને વિશાલ પાંડેને થપ્પડ મારી તો એવું લાગી રહ્યું હતુ કે, તેને શોમાંથી બહાર કરી દેવામાં આવશે પરંતુ બિગ બોસની ટીમે અરમાનને ઘરમાંથી બહાર કાઢ્યો નહિ.
Armaan Malik Constantly Provoking Vishal Pandey Even after slapping him
Agar Vishal Palat kar maar de tab#ArmaanMalik #KritikaMalik #PayalMalik #VishalPanday #Vishalians #LuvKataria #ElvishYadav #LoveKataria #BiggBossOTT3 #BBOTT3 #WeekendKaVaar
— शुभम महेश (@imShubhamMahesh) July 7, 2024
અરમાને વિશાલ પર હાથ ઉઠાવ્યા બાદ બિગબોસે લવકેશ કટારિયા,રણવીર શૌરી અને દીપક ચૌરાસિયાને કન્ફેશન રુમમાં બોલાવ્યા હતા. તેને બિગ બોસે કહ્યું જ્યારે પણ કોઈ બિગ બોસના ઘરમાં અન્ય સ્પર્ધક પર હાથ ઉઠાવે છે તો તેને ઘરમાંથી બહાર કરી દેવામાં આવે છે પરંતુ આ ઘટના અન્ય કરતા અલગ છે. આ મામલે અરમાન એક પતિ છે અને તેની પત્ની વિરુદ્ધ કઈ ખોટા શબ્દનો ઉપયોગ થયો છે. એટલે કે, જોવા જઈએ તો તેને આ માટે ઉશ્કેરવામાં આવ્યો છે. એટલા માટે તમારે નક્કી કરવાનું રહેશે કે, અરમાનને શોમાં રાખવામાં આવે કે પછી શોમાંથી બહાર કરી દેવો જોઈએ.
કન્ફેશન રુમમાં આવતા જ 3 સ્પર્ધકોના નિર્ણય પર જોઈએ તો અરમાન મલિક નહિ પરંતુ વિશાલ પાંડે ખોટો છે. એટલા માટે અરમાનને કોઈ સજા થવી જોઈએ નહિ, પરંતુ અનિલ કપુરે આ ત્રણેય સ્પર્ધકના નિર્ણય ઘરવાળાઓ સાથે શેર કરતા અરમાને કહ્યું કે, ભલે તને બિગ બોસના ઘરમાંથી બહાર કર્યો નથી પરંતુ તારી સજા એ છે કે, ઘરથી બહાર થવા સુધી દરેક અઠવાડિયે તને નોમિનેટ કરવામાં આવશે.